આ ગુજ્જુ ખેડૂત વેચે છે દેશમાં સૌથી મોંઘા ઘઉં, ભાવ જાણીને તમને તમ્મરિયા આવી જશે

Most Expensive Wheat : તમને ભરોસો નહીં થાય પણ આ ખેડૂત 6000 રૂપિયે મણ ઘઉં વેચે છે. સામાન્ય ખેડૂતોને માંડ 450થી 600 રૂપિયા મળી રહ્યાં છે. અમરેલીના બગસડાના ખેડૂતે ઘઉંમાં કમાણી કરવા બિઝનેસમેન જેવો આઈડિયા લગાવ્યો, એક કિલો ઘઉં 300 રૂપિયાના ભાવે વેચીને કરે છે લાખોની કમાણી, જાણો કેવી રીતે મળે છે એમને ભાવ..

આ ગુજ્જુ ખેડૂત વેચે છે દેશમાં સૌથી મોંઘા ઘઉં, ભાવ જાણીને તમને તમ્મરિયા આવી જશે

Gujarat Farmers : હાલ ઘઉં ભરવાની સીઝન ચાલી રહી છે. ગુજરાતની ગૃહિણીઓ ઘઉં ખરીદવા વેપારીઓ પાસે ભાવતાલ કરાવી રહી છે. ત્યારે એક ગુજરાતી ખેડૂતની ખેતીના ઘઉંના ભાવ જાણીને તમને તમ્મરિયા આવી જશે. કારણ કે, આ ખેડૂત 300 રૂપિયો કિલો ઘઉં વેચે છે. આ જાણીને તમને પણ લાગશે કે એવું તો શું છે આ ઘઉંમા, કે તે સોના જેવા ભાવે ઘઉં વેચે છે. એક કિલોના 300 રૂપિયા એટલે એક મણના 6000 રૂપિયા થાય. જે દેશમાં સૌથી વધુ કહેવાય. ત્યારે આ ઘઉંની ખેતી વિશે જાણીએ.ખેડૂત ઘઉંનું મૂલ્યવર્ધન કરી સારી એવી કમાણી કરે છે. જેમ કે દાડમ, કેરી હોય કે કોઈ પણ પાક પણ એનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો એનો ભાવ મળે છે. એમ ખેડૂતે ઘઉંના પાકમાં મૂલ્યવર્ધન કર્યું છે. બટાટાનો ભાવ કિલોના 20 રૂપિયા હોય છે પણ એની બજારમાં વેફર લેવા જાઓ તો અનેકગણા દામે વેચાય છે. આમ ખેડૂતે ઘઉંમાં પણ મૂલ્યવર્ધન કર્યું છે. 

પ્રવીણભાઈ ઘઉંનો પોંક બનાવીને વેચે છે

અમરેલીના બગસરા તાલુકાના સુડાવડ ગામમાં પ્રવીણભાઈ આસોદરિયા નામના ખેડૂત છે. આ ખેડૂત વર્ષ 2016 થી પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ 300 રૂપિયાના ભાવે એક કિલો ઘઉં વેચે છે. ત્યારે તેમના આ ઉંચા ભાવનું રહસ્ય પણ જાણીએ. પ્રવીણભાઈ ઘઉંનો પોંક બનાવીને વેચે છે. જે સામાન્ય ઘઉ કરતા મોંઘા હોય છે. તેઓ ઘઉંની સેવ પણ બનાવે છે. 

એક વીઘે એક લાખની કમાણી

આમ, આ રીતે પ્રવીણભાઈ આગવી કોઠાસૂઝ ધરાવીને ધંધો કરે છે. તેઓ ન માત્ર ખેડૂત રહીને, બિઝનેસ તરીકે પણ વિચારે છે. જેને કારણે તેઓ આજે લાખોની આવક રળી રહ્યાં છે. પ્રવીણભાઈ વિઘે એક લાખ રૂપિયાની કમાણી કરે છે. પ્રવીણભાઈ આટલે અટકતા નથી. તેઓ કોઠીંબા, ઘઉં, ચણા વગેરેનું મૂલ્ય વર્ધન કરી વર્ષે લાખો રૂપિયાનો કમાણી કરે છે. ખેડૂતોથી એક સ્ટેપ આગળ જઈને તેઓ વિચારે છે. તેઓ કોઠીંબાની કાચરી બનાવીને તેનું વેચાણ કરે છે. જેના એક કિલોના 700 રૂપિયા ભાવ આવે છે. રવિ સીઝનમાં ઘઉં, ચણા, રાય, રાજગરાની ખેતી કરે છે.

આમ, પ્રવીણભાઈ આસોદરિયા ખરા અર્થમાં પ્રગતિશીલ ખેડૂત છે. તેઓ ગામમાં સરપંચ છે. તેથી તેઓ ગામમાં અનેક ખેડૂતો માટે પ્રેરણાદાયી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news