ગુજરાતી ન્યૂઝEntertainmentDeepika Padukone: દીપિકા પાદુકોણે શેર કરી દીકરીની તસવીર, નામનો પણ કરી દીધો ખુલાસો

Deepika Padukone: દીપિકા પાદુકોણે શેર કરી દીકરીની તસવીર, નામનો પણ કરી દીધો ખુલાસો

Deepika Padukone Daughter Name: દિવાળી પર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેના ચાહકોને મોટી ગિફ્ટ આપી છે. પહેલી વખત બંને પોતાની દીકરીની ઝલક શેર કરી છે. દીકરીનો પહેલો ફોટો શેર કરીને દીપિકા પાદુકોણે તેના નામનો ખુલાસો કરી દીધો છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની દીકરીની આ તસવીર વાયરલ થઈ રહી છે.

Deepika Padukone: દીપિકા પાદુકોણે શેર કરી દીકરીની તસવીર, નામનો પણ કરી દીધો ખુલાસો

Deepika Padukone Daughter Name: બોલીવુડના પાવર કપલ એટલે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે દિવાળી પર પોતાની દીકરીનો એક ફોટો શેર કર્યો છે. રણવીર સિંહ અને દીપિકાએ પહેલી વખત પોતાની દીકરીની તસવીર શેર કરી છે. શેર થયા ની સાથે જ વાયરલ થવા લાગી છે. બંનેએ આ તસ્વીર શેર કરીને કેપ્શનમાં તેની દીકરીનું નામ શું છે તે પણ જણાવ્યું છે. 

Add Zee News as a Preferred Source

Instagram પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે એ પોસ્ટ શેર કરી છે જેમાં તેની દીકરીની તસવીર જોવા મળે છે. દીકરીના ફક્ત પગ દેખાડવામાં આવ્યા છે. સાથે જ કેપ્શન માં દીપિકા પાદુકોણે લખ્યું છે કે તેમને દીકરીનું નામ દુઆ પાદુકોણ સિંહ છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ના ચાહકો આ પોસ્ટ પર કોમેન્ટ કરીને તેમના રિએક્શન આપી રહ્યા છે અને દીકરીને દુઆઓ આપી રહ્યા છે. 

8 સપ્ટેમ્બર 2024 ના રોજ દીપિકા પાદુકોણએ દીકરીને જન્મ આપ્યો હતો. માતા પિતા બન્યા પછી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની આ પહેલી દિવાળી હતી. દિવાળીના ખાસ અવસર પર બંનેએ પોતાની દીકરીની એક ઝલક ચાહકોને દેખાડી છે.

 દીપિકા પાદુકોણે તસવીરના કેપ્શન માં લખ્યું છે કે તેની દીકરીનું નામ દુઆ છે. કારણ કે તે રણવીર સિંહ અને દીપિકાની પ્રાર્થનાઓનો જવાબ છે. આ વર્ષની દિવાળી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માટે ખાસ રહી. દિવાળી પહેલા તેમના ઘરે લક્ષ્મીનો જન્મ થયો અને દિવાળીના અવસરે તેમની ફિલ્મ સિંઘમ અગેન રિલીઝ થઈ. આ ફિલ્મને હાલ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news