7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે બદલાશે આ નિયમ, પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે

HBA Rules: સરકાર તરફથી કર્મચારીઓના ફાયદા માટે લાવવામાં આવેલા નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે, ત્યારબાદ તેણે પહેલા કરતા વધુ પૈસાની ચુકવણી કરવી પડશે. 
 

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે બદલાશે આ નિયમ, પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે

નવી દિલ્હીઃ HBA Interest Rates: એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરીથી બાકી છે. માર્ચમાં સરકાર તરફથી આ અંગેની જાહેરાત થવાની અપેક્ષા છે. પરંતુ આ પહેલા જ કેન્દ્રીય જવાનો માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા કર્મચારીઓના હિત માટે લાવવામાં આવેલા નિયમમાં ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે. હા, આ પછી તેઓએ પહેલા કરતા વધુ પૈસા ચૂકવવા પડશે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ બિલ્ડીંગ એડવાન્સ (HBA)નો દર ઘટાડીને 7.1 કર્યો હતો.

વાર્ષિક 7.9 ટકાથી ધટાડી 7.1 ટકા કર્યો રેટ
વર્તમાનમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઓછા વ્યાજ પર હાઉસ બિલ્ડિંગ એડવાન્સ (HBA) મળે છે. તમને જણાવી દઈએ કે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સે 1 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 માટે HBA નો વ્યાજદર 7.9 ટકાથી ઘટાડી 7.1 ટકા વાર્ષિક કરી દીધો હતો. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી એચબીએ (HBA) પર વ્યાજદર વધવાનો છે. 

આ કામો માટે લઈ શકો છો પૈસા
સરકાર તરફથી આ નિર્ણયથી 1 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 વચ્ચે ઘર બનાવવા કે ફ્લેટ ખરીદનારાને મોટી રાહત આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે એચબીએનો ફાયદો સાતમાં પગાર પંચ (7th Pay Commission) ની ભલામણના આધાર પર આપવામાં આવે છે. નિયમ પ્રમાણે નવુ ઘર બનાવવા, રહેવાની જગ્યાનો વિસ્તાર, હાઉસિંગ બોર્ડ અથવા ઓથોરિટીના પ્લોટ વગેરેની ખરીદીનો સમાવેશ થાય છે.

શું હોય છે HBA?
સરકાર તરફથી અપાતી આ સુવિધામાં કેન્દ્રીય કર્મચારી પોતાના મૂળ વેતનના 34 ગણા કે વધુમાં વધુ 25 લાખ રૂપિયા સુધી એડવાન્સ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને House Building Advance આપવામાં આવે છે. તેમાં કર્મચારી ખુદ કે પત્નીના નામ પર લીધેલા પ્લોટ પર ઘર બનાવવા કે ફ્લેટ લેવા માટે એડવાન્સ પૈસા લઈ શકે છે. યોજનાને 1 ઓક્ટોબર 2020ના શરૂ કરવામાં આવી હતી. તે હેઠળ સરકાર 31 માર્ચ 2023 સુધી કર્મચારીઓને 7.1 ટકાના વ્યાજદર પર હાઉસ બિલ્ડિંગ એડવાન્સ આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news