7મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, PM મોદી આપશે વિશેષ સુવિધા
પગાર પંચની ભલામણના અમલીકરણની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને તહેવાર પર ખાસ ભેટ મળી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: પગાર પંચની ભલામણના અમલીકરણની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને તહેવાર પર ખાસ ભેટ મળી શકે છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે વિદેશ મુસાફરીનો વિકલ્પ ખોલી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને એલટીસી હેઠળ વિદેશ જવાનો વિકલ્પ આપશે. લાંબા વિચાર બાદ આ પ્રસ્તાવને સરકારે સ્વીકારે લીધો છે. સરકારના આ પગલાંને આગામી લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય કર્મચારીઓને મનાવવાની કોશિશ તરીકે ગણવામાં આવી રહ્યો છે. જો કે કેન્દ્રીય કર્મચારીઓ કયા કયા દેશનો પ્રવાસ કરી શકે તે સરકાર નક્કી કરશે. શરૂઆતમાં દસ દેશોમાં ફરવાની મંજૂરી મળી શકે છે. DoPT મુજબ આ સુવિધા ક્યારથી અને કયા દેશો માટે મળશે તે પીએમ મોદીના નિર્દેશ બાદ નક્કી કરવામાં આવશે.
બીજા દેશો સાથે મજબુત થશે સંબંધ
સૂત્રોના જણાવ્યાં મુજબ વિદેશ મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી)એ જોઈન્ટ રીતે આ પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. વિદેશ મંત્રાલય મુજબ આ સુવિધા મળવાથી કર્મચારીઓ જે દેશમાં પરિવાર સાથે મુસાફરી કરશે, તેમની સાથે ભારતના સંબંધ મજબુત બનશે. અત્રે જણાવવાનું કે એલટીસીમાં 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફરવા માટે રજાઓ અને વ્યાજરહીત એડવાન્સ આપવાની જોગવાઈ છે. હજુ સુધી માત્ર દેશમાં ફરવા માટે જ રજાઓ મળતી હતી.
દૈનિક ભથ્થુ નહીં મળે
કેન્દ્રીય કર્મચારીઓને હવે એલટીસી હેઠળ દૈનિક ભથ્થુ નહીં મળે. એલટીસી હેઠળ કર્મચારીઓને ટિકિટના રૂપિયા પાછા મળે છે. ડીઓપીટીએ આ અંગે એખવાર ફરીથી કહ્યું છે કે સ્થાનિક મુસાફરી પર થયેલો ખર્ચ અને કોઈ ઈમજન્સી ખર્ચને એલટીસી હેઠળ સ્વીકારવામાં નહીં આવે. જો કે પ્રિમિયમ કે સુવિધા ટ્રેનો અને તત્કાળ જેવી સેવાઓને એલટીસી હેઠળ સ્વીકારવાની અનુમતિ છે.
LTCમાં મળશે આ દેશોનો પ્રવાસ
વિદેશ મામલાના મંત્રાલય (MEA) એ પ્રસ્તાવિત યોજનામાં એલટીસી યોજના હેઠળ એશિયાઈ દેશો કઝાખિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાનને સામેલ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. જો કે આ ઉપરાંત પણ 5 દેશોમાં પ્રવાસની છૂટ આપી શકાય છે. પરંતુ તે સરકાર નક્કી કરશે.
શું છે સરકારનું લક્ષ્ય
અધિકારીઓએ જણાવ્યું કે રણનીતિક રીતે મહત્વપૂર્ણ મધ્ય એશિયાઈ ક્ષેત્રમાં ભારતના પદચિન્હ વધારવા એ જ આ પગલાંનો હેતુ છે. આ અગાઉ માર્ચમાં સરકારે કહ્યું હતું કે તેઓએ એલટીસીમાં પોતના કર્મચારીઓને સાર્ક દેશોની મુસાફરી કરવાની મંજૂરી આપવાના પ્રસ્તાવને સ્થગિત કર્યો છે. અત્રે જણાવવાનું કે ક્ષેત્રીય સહયોગ માટે દક્ષિણ એશિયાઈ સંઘ (સાર્ક) અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા સહિત આઠ દેશોનો સમૂહ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે