Market Strategy: વૈશ્વિક શેરબજારોમાં ફરી એકવાર ચિંતાનો માહોલ, આ શેર્સ ખરીદવાની તક

ભારતીય બજારે (Indian market) વૈશ્વિક બજારોની સમાંતર ચાલ દર્શાવી છે, નિફ્ટી 15730ની ટોચ બનાવી સતત ઘસાતો રહ્યો હતો અને 15633ના તળિયા પર ટ્રેડ થયો હતો.

Market Strategy: વૈશ્વિક શેરબજારોમાં ફરી એકવાર ચિંતાનો માહોલ, આ શેર્સ ખરીદવાની તક

નવી દિલ્હી: વૈશ્વિક શેરબજારો (Global Stock Market) માં ફરી એકવાર ચિંતાનો માહોલ ઊભો થયો છે. યુએસ ખાતે ટૂંકાગાળામાં (Retail inflation) ઈન્ફ્લેશનમાં ઝડપી વૃદ્ધિ આ ચિંતાના કેન્દ્રમાં છે. યુએસ ખાતે એમ્પ્લોયમેન્ટ ડેટા સારો આવ્યો છે અને તે સૂચવે છે કે ત્યાં રિટેલ ફુગાવો ફેડની અપેક્ષા કરતાં ઝડપી વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. અમેરિકામાં કન્ઝ્યૂમર કોન્ફિડેન્સ 16 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. 

ગત અઠવાડિયાના અંતે શુક્રવારે અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટે (Labor Department) જાહેર કરેલા અહેવાલ મુજબ નોકરીદાતાઓએ જૂનમાં લગભગ 700,000ના અંદાજ કરતાં ઘણી વધારે 850,000 નોકરીઓ (Job) ઉમેરી હતી. જેને જોતાં ફેડ ફરી એકવાર હોકિશ જોવા મળી રહી છે. એટલે કે તે અગાઉ રેટ વૃદ્ધિ માટેના તેના ટાઈમટેબલ (Timetable) કરતાં વહેલા રેટ વૃદ્ધિ કરે તેવી શક્યતા છે. સાથે બોન્ડ બાઈંગને બંધ કરી શકે છે. 

જો આમ થાય તો બજારો પર આની સેન્ટિમેન્ટલ અસર ઊંચી જોવા મળી શકે છે. છેલ્લા દોઢ વર્ષમાં મહામારી પાછળ ફેડે બજારોમાં જંગી લિક્વિડીટી ઠાલવી છે. જો ટેપરિંગ આવે તો માર્કેટમાં લિક્વિડીટી પરત ખેંચાવાની શક્યતા ઊભી થઈ શકે છે. જૂન મહિનામાં સતત ત્રીજા મહિને વિદેશી સંસ્થાઓએ ભારતીય બજાર (Indian market) માં ચોખ્ખી વેચવાલી દર્શાવી હતી. 

જોકે સ્થાનિક ફંડ્સ તથા રિટેલ ઈન્વેસ્ટર્સ એફપીઆઈને આસાનીથી પચાવી રહ્યાં છે અને તેથી બજારો માટે હજુ મોટી ચિંતાનું કોઈ કારણ નથી. કેલેન્ડર 2021ની વાત કરીએ તો પ્રથમ છ મહિનામાં વૈશ્વિક સ્તરે ઈક્વિટી ફંડ્સમાં 580 અબજ ડોલરથી વધુનો ઈનફ્લો જોવા મળ્યો છે. જે ડિસેમ્બરના અંત સુધીમાં છેલ્લા 20 વર્ષોમાં કુલ 800 અબજ ડોલરના ફંડ ફ્લોને પાર કરી જવાની શક્યતા છે. આમ બજારમાં હજુ લિક્વિડીટીને લઈને ચિંતાનો સવાલ નથી. 

ભારતીય બજારે (Indian market) વૈશ્વિક બજારોની સમાંતર ચાલ દર્શાવી છે, નિફ્ટી 15730ની ટોચ બનાવી સતત ઘસાતો રહ્યો હતો અને 15633ના તળિયા પર ટ્રેડ થયો હતો. માર્કેટ નજીકમાં 16000ની સપાટી પાર કરવાની શક્યતા ઓછી જણાય રહી છે.  'વેલ્થસ્ટ્રીટ'ના કો-ફાઉન્ડર "રાકેશ લાહોટી" જણાવે છે કે ઘટાડે પીએસયૂ શેર્સમાં ખરીદી કરવાની તક છે.  

સરકાર ખાનગીકરણની પ્રકિયા ઝડપથી આગળ વધારી રહી છે. અહિયાંથી આ શેરોમાં રી-રેટિંગ થશે. ખાનગી બેંક (Private bank) ના શેર્સ ઘણા સમયથી કોન્સોલિડેટે થયી રહ્યા છે. જયારે સરકારી બેંક્સના શેર્સમાં સારું કરેક્શન આવી ગયું છે. હવે જૂન ક્વાર્ટરના પરિણામ સારા આવશે તેની આશામાં આ શેર્સમાં સારો વધારો જોવા મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news