ડિસેમ્બર સુધી બંધ થઈ જશે બધી બેંકોના 'આવા' ATM કાર્ડ
બેંકના એટીએમ મામલે એક મોટા સમાચાર આવ્યા છે
Trending Photos
નવી દિલ્હી : બેંકના એટીએમ મામલે મોટા સમાચાર આવ્યા છે. બહુ જલ્દી તમારું એટીએમ કાર્ડ કામ કરતું બંધ થઈ શકે છે. હકીકતમાં મેગ્નેટિક સ્ટ્રાઇપવાળા કાર્ડ બેંક કરવાનું પ્લાનિંગ કરી રહી છે. એની જગ્યાએ ચીપવાળા કાર્ડ વપરાશમાં આવશે. હાલમાં દેશમાં બે પ્રકારના કાર્ડ છે, મેગ્નેટિક સ્ટ્રાઇપવાળા અને ચીપવાળા. હવે આરબીઆઇના આદેશ પ્રમાણે બેંક મેગ્નેટિક સ્ટ્રિપવાળા કાર્ડ બંધ કરી રહી છે. આ કાર્ડ રિપ્લેસની ડેડલાઇન ડિસેમ્બર, 2018 છે. RBIએ આ પગલું ગ્રાહકોના એટીએમ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડને સિક્યોર કરવા માટે ઉઠાવ્યું છે.
આરબીઆઇની સ્પષ્ટતા પ્રમાણે મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડની ટેકનોલોજી હવે જુની થઈ ગઈ છે. આ કાર્ડ સંપૂર્ણરીતે સિક્યોર નથી જેના કારણે એનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. હવે એની જગ્યાએ EMV ચિપ કાર્ડને તૈયાર કરવામાં આવ્યું છે. હવે તમામ જુના કાર્ડને નવા ચિપ કાર્ડથી બદલી દેવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2016માં તમામ બેંકોને આદેશ આપ્યો હતો કે ગ્રાહકોના સામાન્ય મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડને ચિપવાળા કાર્ડથી રિપ્લેસ કરી દેવામાં આવે. આ માટે ડિસેમ્બર, 2018ની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી.
જો તમે SBIના ગ્રાહક હો તો બહુ જલ્દી તમારું કાર્ડ બદલાવી લો કારણ કે SBI મેગ્નેટિક સ્ટ્રાઇપ એટીએમને બ્લોક કરી રહી છે અને બેંકે ગ્રાહકોને કાર્ડ બદલાવાનું નોટિફિકેશન પણ આપી દીધું છે. હાલમાં બેંક ચિપવાળા કાર્ડ માટે અલગથી કોઈ ચાર્જ નથી લઈ રહી. જોકે કાર્ડને ત્યારે જ બ્લોક કરવામાં આવશે જ્યારે તેની એક્સપાયરી ડેટ આવવાની હોય.
ચિપવાળા કાર્ડ વધારે સિક્યોર છે કારણ કે એમાં ડેટા ચોરી થવાની આશંકા નથી. આવા કાર્ડમાં ગ્રાહકની વિગતો ચીપમાં હોય છે જેને કોપી નથી કરી શકાતી. ચિપવાળા કાર્ડમાં દરેક ટ્રાન્ઝેક્શન માટે એક ઇન્સ્ક્રિપ્ટેડ કોડ જનરેટ થાય છે જેને તોડવાનો બહુ મુશ્કેલ છે. આ કારણે ચીપવાળા કાર્ડ વધારે સેફ છે. આ કારણોસર જ સ્ટ્રાઇપવાળા એટીએમ કાર્ડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે