સરકારી કર્મચારીઓ માટે આવ્યું ખાસ સેલેરી એકાઉન્ટ, ફ્રીમાં મળશે 1 કરોડ સુધીના બેનિફિટ

Salary Account: BOI એ સરકારી કર્મચારીઓ માટે સેલેરી પ્લસ એકાઉન્ટ સ્કીમ (Salary Plus Account Scheme) રજૂ કરી છે. આ સેલેરી પ્લસ એકાઉન્ટમાં ગ્રાહકોને ફ્રી 1 કરોડ સુધીના બેનિફિટ્સ મળી રહ્યાં છે.

સરકારી કર્મચારીઓ માટે આવ્યું ખાસ સેલેરી એકાઉન્ટ, ફ્રીમાં મળશે 1 કરોડ સુધીના બેનિફિટ

નવી દિલ્હીઃ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર છે. બેન્ક ઓફ ઈન્ડિયા (Bank of India- BOI) એ સરકારી કર્મચારીઓ માટે ખાસ સ્કીમ લોન્ચ કરી છે. બેન્કે કર્મચારીઓ માટે ખાસ સેલેરી પ્લસ એકાઉન્ટ સ્કીમ (Salary Plus Account Scheme) ની રજૂઆત કરી છે. આ હેઠળ કર્મચારીઓને ફ્રીમાં 1 કરોડ રૂપિયાના બેનિફિટ મળી શકે છે. બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપી છે. આવો જાણીએ આ સ્પેશિયલ સેલેરી એકાઉન્ટ વિશે વિસ્તારથી..

સેલેરી પ્લસ એકાઉન્ટ સ્કીમ
બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી તેની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર બેન્ક BOI સેલેરી પ્લસ એકાઉન્ટ સ્કીમ હેઠળ ત્રણ પ્રકારના સેલેરી એકાઉન્ટની સુવિધા આપે છે. આ સ્કીમ પેરા મિલિટ્રી ફોર્સ,  કેન્દ્રીય અને રાજ્ય સરકારના કર્મચારીઓ, યુનિવર્સિટી, કોલેજ અને પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ તથા ખાનગી સેક્ટરના કર્મચારીઓ માટે છે. તેથી સેલેરી એકાઉન્ટને મેન્ટેન કરવાની ઝંઝટ હોતી નથી. આ સુવિધા માત્ર સેલેરી એકાઉન્ટમાં મળે છે. 

1 કરોડ રૂપિયા સુધી ફ્રી એક્સીડેન્ટલ ઇન્શ્યોરન્સ
BOI સેલેરી પ્લસ એકાઉન્ટ સ્કીમમાં ગ્રાહકોને ઘણી સુવિધા મળે છે. આ સ્કીમ હેઠળ સેલેરી એકાઉન્ટવાળા ગ્રાહકોને બેન્ક 30 લાખ રૂપિયા સુવિધો એક્સીડેન્ટલ ડેથ કવર આપે છે. બેન્કના ટ્વીટ અનુસાર સેલેરી એકાઉન્ટ હોલ્ડરને 1 કરોડ રૂપિયાનો ફ્રી એર એક્સીડેન્ટલ ઇન્શ્યોરન્સ આપવામાં આવી રહ્યો છે.

મળશે અનેક સુવિધા
1. સેલેરી એકાઉન્ટ પર BOI Salary Plus Account Scheme હેઠળ 2 લાખ રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા મળી રહી છે.
2. ઓવરટ્રાફ્ટની સુવિધા હેઠળ જો તમારા બેન્ક એકાઉન્ટમાં કોઈ બેલેન્સ નથી, તો તમે 2 લાખ રૂપિયા સુધી પૈસા ઉપાડી શકો છો.
3. BOI સેલેરી એકાઉન્ટ હોલ્ડરને ફ્રીમાં ગોલ્ડ ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ટ આપવામાં આવી રહ્યું છે. 
4. આ સિવાય ગ્રાહકોને વાર્ષિક 100 ચેક લીવ ફ્રીમાં મળશે. સાથે ડીમેટ એકાઉન્ટ પર AMC ચાર્જ નહીં લાગે. 

આ પણ વાંચોઃ PM Kisan Samman Nidhi: 4 હજાર રૂપિયા મેળવવા છે તો 30 સપ્ટેમ્બર પહેલા કરો આ કામ

ખાનગી સેક્ટરના સેલેરી એકાઉન્ટ
સૌથી ખાસ વાત છે કે બેન્ક ઓફ ઈન્ડિયાના સેલેરી એકાઉન્ટનો ફાયદો ખાનગી સેક્ટરના કર્મચારી પણ ઉઠાવી શકે છે. 10,000 રૂપિયા મહિને કમાનાર આ સ્કીમ હેઠળ એકાઉન્ટ ખોલાવી શકે છે. તેમાં મિનિમમ બેલેન્સની જરૂરીયાત નથી. સેલેરી એકાઉન્ટ હોલ્ડરને 5 લાખ રૂપિયાનો ગ્રુપ પર્સનલ એક્સીડેન્ટલ ડેથ ઇન્શ્યોરન્સ કવર મળે છે. તેમાં બધાને ફ્રી ગ્લોબલ ડેવિટ કમ એટીએમ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news

Powered by Tomorrow.io