બેનામી સંપત્તિઃ અમદાવાદ સહિતના શહેરો ઉપર સરકારની નજર

સરકારે ગઈકાલે આવકવેરા વિભાગના કર્મચારીઓ સાથે કરેલી એક બેઠકમાં કાળાનાણાં, બેનામી સંપત્તિ મુદ્દે કડક પગલાં લેવા માટે નિર્દેશ આપ્યાં છે. નોટબંધીની નિષ્ફળતા બાદ મોદી સરકાર પોતાની હારને ભૂલવા માટે વધુ આકરાં પગલાં લેવા જઈ રહી છે. બેનામી સંપત્તિ વિરૂધ્ધ હવે સરકાર નવા એકશન પ્લાન સાથે કાર્યવાહી કરવા જઇ રહી છે. નવા એકશન પ્લાન હેઠળ એવા શહેરો પર ખાસ ફોકસ રહેશે કે જયાં અત્યાર સુધી સૌથી વધુ બેનામી સંપત્તિના મામલા સામે આવ્યા હોય. તેમાં મુખ્યત્વે અમદાવાદ, કર્ણાટક, જયપુર, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીમાં બેનામી સંપત્તિઓ નિશાના ઉપર રહેશે.
બેનામી સંપત્તિઃ અમદાવાદ સહિતના શહેરો ઉપર સરકારની નજર

નવી દિલ્હી : સરકારે ગઈકાલે આવકવેરા વિભાગના કર્મચારીઓ સાથે કરેલી એક બેઠકમાં કાળાનાણાં, બેનામી સંપત્તિ મુદ્દે કડક પગલાં લેવા માટે નિર્દેશ આપ્યાં છે. નોટબંધીની નિષ્ફળતા બાદ મોદી સરકાર પોતાની હારને ભૂલવા માટે વધુ આકરાં પગલાં લેવા જઈ રહી છે. બેનામી સંપત્તિ વિરૂધ્ધ હવે સરકાર નવા એકશન પ્લાન સાથે કાર્યવાહી કરવા જઇ રહી છે. નવા એકશન પ્લાન હેઠળ એવા શહેરો પર ખાસ ફોકસ રહેશે કે જયાં અત્યાર સુધી સૌથી વધુ બેનામી સંપત્તિના મામલા સામે આવ્યા હોય. તેમાં મુખ્યત્વે અમદાવાદ, કર્ણાટક, જયપુર, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીમાં બેનામી સંપત્તિઓ નિશાના ઉપર રહેશે.

આ સિવાય એવા શહેરો પણ ફોકસમાં રહેશે,જ્યાં જમીન-મકાન સહિતની સ્થાવર મિલકતના ભાવમાં છેલ્લા દોઢ વર્ષમાં ભારે ભડકો જોવા મળ્યો. સરકારે આ શહેરોમાં બેનામી સંપત્તિને લઇને સર્ચ ઓપરેશન વેગવંતુ બનાવા આદેશ આપ્યો છે. ઇન્કમટેક્ષ વિભાગે બેનામી સંપત્તિ પર એકશન માટે ખાસ રણનીતિ બનાવી છે. ઈન્કમટેક્ષ વિભાગ કંપનીઓના નામો અને સંપત્તિની લેવડ-દેવડ ઉપર નજર રાખી રહ્યું છે. સંસ્થા રજીસ્ટ્રેશન ઓફિસ થકી જમીન અને ફલેટના શંકાસ્પદ લે-વેચની તપાસ પણ કરી રહ્યું છે.

નાણા મંત્રાલયના સુત્રાનુસાર,બેનામી ઘર,પ્લોટ અને સોના ઉપર સરકારની નજર છે આ માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. મોદી સરકાર આગામી સમયમાં આ ક્ષેત્રે કડક પગલાં લેવાની તૈયારીમાં પણ છે. હાલમાં રાજ્યોની ચૂંટણીને અસર ન થાય તે માટે સરકાર શાંત છે. CBDTના અગાઉના એક અહેવાલ મુજબ અત્યાર સુધીમાં દેશભરમાંથી લગભગ ર૦૦૦ કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આવકવેરા વિભાગે આ દરમિયાન 517 નોટીસ ઈશ્યુ કરી 60૦થી વધુ પ્રોપર્ટી જપ્ત કરી છે. 

અમદાવાદ ટોચે
બેનામી સંપત્તિના સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. કુલ 520 કેસ છે, ત્યારબાદ ભોપાલમાં 100, કર્ણાટકમાં 82,ગોવામાં 80, ચેન્નઇમાં 75, જયપુરમાં 65, મુંબઇમાં 64 અને દિલ્હીમાં 60 કેસ નોંધાયા છે. આ જ કારણસર આ બધા શહેરો સરકારની રડાર પર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news