Budget 2020 : 10 લાખ પગાર મેળવતાં લોકો માટે મોદી સરકાર કરી શકે છે મોટી જાહેરાત
બજેટ (Budget 2020)નો ઉલ્લેખ આવતાં જ સામાન્ય રીતે મિડલ ક્લાસ સૌથી વધુ આશાંવિત હોય છે. ઓકે ગત બે બજેટ (Budget 2020)માં મિડલ ક્લાસને સરકારે કોઇ ખાસ ભેટ આપી નથી. સૂત્રોનું કહેવું છે કે 2020માં નાણામંત્રી નિર્મલા સીતારમણ મિડલ ક્લાસને જ મોટી છૂટ આપી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: બજેટ (Budget 2020)નો ઉલ્લેખ આવતાં જ સામાન્ય રીતે મિડલ ક્લાસ સૌથી વધુ આશાંવિત હોય છે. ઓકે ગત બે બજેટ (Budget 2020)માં મિડલ ક્લાસને સરકારે કોઇ ખાસ ભેટ આપી નથી. સૂત્રોનું કહેવું છે કે 2020માં નાણામંત્રી નિર્મલા સીતારમણ મિડલ ક્લાસને જ મોટી છૂટ આપી શકે છે. સૂત્રોનું માનીએ તો બજેટ (Budget 2020)માં 10 લાખ રૂપિયા સુધીની ઇનકમવાળાઓને મોટી છૂટ મળી શકે છે. સૂત્રોના અનુસાર ઇનકમ ટેક્સમાં છૂટની તો જાહેરાત થશે સાથે જ 10 લાખ રૂપિયા સુધીની આવકવાળાઓ માટે નવો સ્લેબ આવી શકે છે.
10 લાખની આવકવાળાઓને મળશે રાહત
zeebiz હિંદીએ નાણા મંત્રાલયને સૂત્રોના હવાલેથી કહ્યું હતું કે હાલની સિસ્ટમમાં ફક્ત ઇનકમ ટેક્સ માટે કુલ 3 સ્લેબ છે. તેમાં 2.5 લાખ થી 5 લાખ સુધીની આવકવાળાઓને 5 ટકા સ્લેબમાં રાખવામાં આવે છે. તો બીજી તરફ 5-10 લાખની આવકવાળાઓને 20 ટકા ટેક્સ ચૂકવવાનો હોય છે. 10 લાખ રૂપિયાથી ઉપરની આવકવાળાઓને 30 ટકા ટેક્સ લાગે છે. નાણા મંત્રાલયના સૂત્રોના અનુસાર આગામી બજેટ (Budget 2020)માં 10 લાખ રૂપિયા સુધીની આવકવાળાઓને મોટી રાહત મળી શકે છે. આ ઇનકમ વર્ગ માટે 10 ટકાનો નવો સ્લેબ આવી શકે છે.
10 ટકાનો નવો સ્લેબ
સરકર મિડલ ક્લાસને મોટી રાહત આપવા અંગે વિચાર કરી ચૂકી છે. બજેટ (Budget 2020)માં 2.5 લાખથી 5 લાખવાળાઓ પર હાલ 5 ટકા ટેક્સ છે. તેને યથાવત રાખવામાં આવી શકે છે, પરંતુ 5 લાખથી 10 લાખની આવક પર હાલ 20 ટકા ટેક્સ છે, જેને ઘટાડીને 10 ટકા કરવામાં આવી શકે છે. એટલે કે 10 લાખની આવકવાળાઓને ફક્ત 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે. તેના માટે નવા સ્લેબનો પ્રસ્તાવ આવી શકે છે. એટલે કે હવે ઇનકમ ટેક્સમાં 4 સ્લેબ હશે. 2.5 લાખ રૂપિયા સુધીની ઇનકમ ટેક્સ ફ્રી રહેશે.
15 લાખની આવકવાળાઓને પણ મળશે રાહત
હાલની સિસ્ટમમાં 10 લાખથી ઉપરની ઇનકમ પર 30 ટકા ટેક્સ લાગે છે. સૂત્રોનું માનીએ તો આ સ્લેબને પણ તોડવામાં આવી શકે છે. એટલે કે 10 થી 15 લાખ રૂપિયા સુધી આવકવાળાઓને 20 ટકા અને 15 ટકાથી ઉપરની આવકવાળાઓને 30 ટકા ટેક્સના દાયરામાં રાખવામાં આવી શકે છે. તો બીજી તરફ 2 કરોડની ઇનકમને 35 ટકા ટેક્સ સ્લેબમાં જવાનો પ્રસ્તાવ આવી શકે છે.
લગાવવામાં આવી શકે છે સેસ
હાલની સિસ્ટમમાં અત્યાર સુધી ઇનકમ ટેક્સ સાથે 4 ટકા હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ લાગે છે. હવે બજેટ (Budget 2020)માં 15 ટકા રૂપિયાથી ઉપરની આવકવાળાઓ પર નવો સેસ લાગી શકે છે. સૂત્રોનું માનીએ તો 15 લાખથી ઉપરની આવકવાળાઓને 1 ટકા વધારાનો સેસ ચૂકવવો પડી શકે છે. બજેટ (Budget 2020) 2020માં આ સેસને લાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. કુલ મળીને 15 લાખથી ઉપરની આવકવાળાઓને ઇનકમ ટેક્સની સાથે 5 ટકા સેસ ચૂકવવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે