Gold Rate: બજેટમાં સરકારની જાહેરાતથી એક જ ઝટકે પ્રતિ કિલો 5.90 લાખ રૂપિયા સસ્તું થયું સોનું, જ્વેલરી સ્ટોક્સે મચાવી ધમાલ

Budget 2024: બજેટમાં સોના અને ચાંદી પર મોટી જાહેરાત થઈ છે. નાણામંત્રીએ સોના, ચાંદી અને પ્લેટિનમ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં 9 ટકા જેટલા ભારે ઘટાડાની જાહેરાત કરી છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....

Gold Rate: બજેટમાં સરકારની જાહેરાતથી એક જ ઝટકે પ્રતિ કિલો 5.90 લાખ રૂપિયા સસ્તું થયું સોનું, જ્વેલરી સ્ટોક્સે મચાવી ધમાલ

બજેટમાં સોના અને ચાંદી પર મોટી જાહેરાત થઈ છે. નાણામંત્રીએ સોના, ચાંદી અને પ્લેટિનમ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં 9 ટકા જેટલા ભારે ઘટાડાની જાહેરાત કરી છે. સોના અને ચાંદી પર ઈમ્પોર્ટ ટ્યુટી 15 ટકાથી ઘટાડીને 6% કરી દીધી છે. જ્યારે પ્લેટિનમ પર કુલ ઈમ્પોર્ટ ટ્યુટી 15.4%થી ઘટીને 6.4% થઈ ગઈ છે. 

જ્વેલરી સ્ટોક્સના 12% ટકા કરતા વધુ ભાવ વધ્યા
સોના અને ચાંદી પર ઈમ્પોર્ટ ટ્યુટીમાં જાહેરાત બાદ જ્વેલરી સ્ટોક્સમાં ગજબનો ઉછાળો આવ્યો છે. ટ્રેડિંગ દરમિયાન જ્વેલરી સ્ટોક્સ ટાઈટનના શેર 6.50 ટકા, સેનકો ગોલ્ડ 10 ટકા, કલ્યાણ જ્વેલર્સ 3.30 ટકા, મોતીલાલ જ્વેલર્સ 12.30 ટકા, રાધિકા જ્વેલર્સ 11.40 ટકા સુધી ઉછળ્યા. 

પ્રતિ કિલોએ 5.90 લાખ રૂપિયા સસ્તું થયું ગોલ્ડ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું કે ગોલ્ડ પર પહેલા બેઝિક કસ્ટમ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરાઈ છે. એગ્રી સેસ 5 ટકાથી ઘટાડીને 1 ટકો કરવામાં આવી છે. બધુ મળીને સોના પર 9 ટકાની કસ્ટમ ટ્યુટી ઘટી છે. પહેલા બંને મળીને 15 ટકા હતી જે હવે ઘટીને 6 ટકા થઈ ગઈ છે. 

તેમનું કહેવું છે કે ગોલ્ડ પર ડ્યુટીમાં કાપથી એક કિલોગ્રામે સોનું 5 લાખ 90 હજાર રૂપિયા જેટલું સસ્તું થયું છે. એટલે કે સોનામાં પ્રતિ કિલો 5.90 લાખ રૂપિયા ટ્યુટીનો ઘટાડો  થયો છે. એ જ રીતે એક કિલો ચાંદી પર 12,700 રૂપિયા ડ્યુટી હતી જેમાં એક કિલો પર 7,600 રૂપિયા ડ્યુટી ઘટી ગઈ છે. આ સાથે જ પ્લેટિનમ પર 2,000 રૂપિયાની ડ્યુટી ઘટી છે. 

સરકારને 9 હજાર કરોડનો ફાયદો
તેનાથી સરકારને એક ફાયદો થવાનો છે. સોવરેન ગોલ્ડ બોન્ડ(Sovereign Gold Bonds) નું રિડેમ્પશન લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું છે. તેમાં સરકારને રિડેમ્પશન પર લગભગ 9,000 કરોડ રૂપિયા ઓછા આપવા પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news