Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણી

Business Idea: બિઝનેસ આઈડિયા અમૂલ ફ્રેન્ચાઈઝી: જો તમે નોકરી કરવા નથી માંગતા પરંતુ તમને દર મહિને લાખો રૂપિયા જોઈએ છે તો આ તક જોઈ રહી છે તમારી રાહ...

Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણી

Business Idea Amul Franchise: શું તમે પણ પોતાની નોકરીથી કંટાળ્યા છો? શું તમે પણ પોતાનો ધંધો કરીને પોતાની મરજીન માલિક બનવા માંગો છો? શું તમે પણ દર મહિના લાખોની કમાણી કરવા માંગો છો? જો આ સવાલોનો જવાબ હાં, હોય તો અમૂલ તમને આપી રહ્યું છે પોતાનો ધંધો કરીને મહિને લાખો રૂપિયા કમાવવાનો સોનેરી મોકો...તેના માટે તમારે શું કરવું પડશે...જાણો સમગ્ર પ્રક્રિયા...

અમે તમને એક એવી રીત જણાવીશું જેના દ્વારા તમે કરોડપતિ બની શકો છો. હા, અમે એક એવા બિઝનેસ વિશે વાત કરી રહ્યા છીએ જેમાંથી તમે દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. અહીં વાત થઈ રહી છે અમૂલની. ભારતની સૌથી પ્રતિષ્ઠત બ્રાન્ડ પૈકી એક ગણાતી આ કંપની સાથે તમને મળી રહી છે બિઝનેસ કરવાની તક. જોત જોતામાં તો દર મહિને તમારા ખિસ્સામાં લાખો રૂપિયા આવતા થઈ જશે, અમૂલ તમને બિઝનેસ શરૂ કરવાની તક આપી રહ્યું છે.

તમે અમૂલનું દૂધ અથવા છાશ પીધી જ હશે અને તેનો આઈસ્ક્રીમ પણ અદ્ભુત છે. હવે તમે વિચારતા હશો કે આપણે આ વિશે કેમ વાત કરી રહ્યા છીએ? કારણ કે તમે અમૂલ ફ્રેન્ચાઈઝી લઈને ખૂબ સારી આવક મેળવી શકો છો. અમૂલ બે પ્રકારની ફ્રેન્ચાઇઝીનું વિતરણ કરે છે અને તેમની કિંમત અને કમાણી એકબીજાથી અલગ છે. અમૂલ સાથે બિઝનેસ શરૂ કરો અને આરામથી કરો તગડી કમાણી.

અમૂલ, દેશની વિશ્વસનીય ડેરી ઉત્પાદનો કંપની, ઘણા લોકોને ફ્રેન્ચાઇઝી આપે છે. અમૂલ બે પ્રકારની ફ્રેન્ચાઈઝી ઓફર કરે છે. તમને જણાવી દઈએ કે અમૂલ સાથે બિઝનેસ કરવાનો એક ફાયદો એ છે કે તમને પ્રોફિટ શેરિંગ માટે કહેવામાં આવતું નથી. અમૂલ તમને કમિશન પર માલ આપે છે. આમાં, તમારી નફો કમાવવાની તકો વધુ વધે છે.

આ બે પ્રકારની ફ્રેન્ચાઈઝી છેઃ
અમૂલ આઉટલેટ, અમૂલ રેલ્વે પાર્લર અને અમૂલ કિઓસ્ક એ પ્રકારની ફ્રેન્ચાઈઝી છે. જ્યારે, બીજી ફ્રેન્ચાઇઝી અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લર છે. આ બંનેને શરૂ કરવાનો ખર્ચ પણ અલગ-અલગ છે. તમને જણાવી દઈએ કે આ સાથે તેમના માટે દુકાનનું કદ પણ અલગ છે. જો તમારે અમૂલનું આઉટલેટ બનાવવું હોય તો તમારી પાસે 150 ચોરસ ફૂટની જગ્યા હોવી જોઈએ. જ્યારે આઈસ્ક્રીમ પાર્લર માટે આ ન્યૂનતમ જગ્યા 300 ચોરસ ફૂટ હોવી જોઈએ.

આટલી રકમનું રોકાણ કરવું પડશે-
અમૂલે ગામડાઓથી લઈને શહેરો સુધીના લોકોને રોજગારી પૂરી પાડી છે. આમાં તમને ખૂબ જ ઓછા રોકાણમાં સારી આવક મેળવવાની તક મળે છે.
તમે 2 થી 6 લાખ રૂપિયાનું રોકાણ કરીને આ બિઝનેસ શરૂ કરી શકો છો. આ વ્યવસાય માટે તમારે કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું પડશે. આ વ્યવસાય શરૂ કરવા માટે, તમારી પાસે મુખ્ય માર્ગ અથવા બજારમાં દુકાન હોવી આવશ્યક છે. આ બિઝનેસ શરૂ કરવા માટે, તમારે નોન-રિફંડેબલ સિક્યોરિટી તરીકે રૂ. 25,000 અને રિનોવેશન માટે રૂ. 1 લાખ અને સાધનો માટે રૂ. 75 હજાર ચૂકવવા પડશે. આ બિઝનેસ માટે કુલ 2 લાખ રૂપિયાની જરૂર પડશે. તે જ સમયે, અમૂલ આઈસ્ક્રીમ પાર્લર માટે 50,000 રૂપિયાની સિક્યોરિટી લેવામાં આવશે અને રિનોવેશન માટે 4 લાખ રૂપિયા લેવામાં આવશે. આ ઉપરાંત સાધનો માટે 1.50 લાખ રૂપિયાની જરૂર પડશે.

તમારા ખિસ્સામાં 10 લાખ રૂપિયા હશેઃ
જો તમારું આઉટલેટ માર્કેટના મુખ્ય માર્ગ પર છે, તો તમે દર મહિને ઓછામાં ઓછા 5-10 લાખ રૂપિયાનું વેચાણ જનરેટ કરી શકો છો. આ ઉપરાંત, કંપની તેના ઉત્પાદનો કમિશનના આધારે ઓફર કરે છે અને કંપની 2.5 થી 10 ટકાના કમિશન પર આઉટલેટમાં રાખવામાં આવતી દૂધની પ્રોડક્ટ્સ ઓફર કરે છે. તે જ સમયે, આઈસ્ક્રીમ પાર્લરમાં વેચાતી અન્ય પ્રોડક્ટ્સ, શેક્સ, સેન્ડવીચ પર 50 ટકા કમિશન આપવામાં આવે છે. આઈસ્ક્રીમ પર 20 ટકા કમિશન આપવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news