PM Pension Yojana: સરકારે શરૂ કરી ધમાકેદાર પેન્શન સ્કીમ, સીનિયર સિટિઝનને મળશે 1.1 લાખ રૂપિયા!

વડીલોને તેમના જીવનના મહત્વપૂર્ણ પડાવ પર આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર ખાસ યોજના લાવ્યું છે. પીએમ પેન્શન યોજનાથી સીનિયર સિટિઝનને 1.1 લાખ રૂપિયા મળી શકે છે.

PM Pension Yojana: સરકારે શરૂ કરી ધમાકેદાર પેન્શન સ્કીમ, સીનિયર સિટિઝનને મળશે 1.1 લાખ રૂપિયા!

નવી દિલ્લીઃ દેશના વરિષ્ઠ નાગરિકો માટે સારા સમાચાર આવ્યા છે. 60 વર્ષથી ઉપરના લોકો માટે પીએમ વય વંદના યોજનાની શરૂઆત કરી છે. જે અંતર્ગત તમને વાર્ષિક 1 લાખ 11 હજાર રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે. આવો જાણીએ આ યોજના વિશે.

વધારવામાં આવી છે સમય સીમા-
પીએમ વય વંદના યોજના વડીલોને જેમના જીવનના મહત્વપૂર્ણ પડાવ પર આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. જેની સમયમર્યાદા પહેલા 31 માર્ચ 2020 સુધી હતી પરંતુ હવે તેને માર્ચ 2023 સુધી વધારવામાં આવી છે.

કોને મળશે લાભ?
આ યોજનાનો લાભ દેશના એ નાગરિકો લઈ શકે છે જેમની ઓછામાં ઓછી ઉંમર 60 વર્ષ છે. એટલે કે 60 વર્ષ કે તેનાથી વધુ વયના નાગરિકોમાં તેમાં રોકાણ કરી શકે છે. મહત્તમ કોઈ ઉંમરની મર્યાદા નક્કી નથી કરવામાં આવી.

LICને મળી છે જવાબદારી-
આ યોજનામાં એક વ્યક્તિ વધુમાં વધુ 15 લાખનું રોકાણ કરી શકે છે. આ સ્કીમના સંચાલનની જવાબદારી LICને સોંપવામાં આવી છે. તમારે આ યોજનામાં પેન્શન માટે એક નિયત રાશિનું રોકાણ કરવાનું છે. પછી તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક પેન્શનના વિકલ્પની પસંદગી કરી શકો છો.

કેટલું મળશે પેન્શન?
આ સ્કીમમાં જો તમે એક હજાર રૂપિયા પ્રતિ મહિને પેન્શન ઈચ્છો છો તો તમારે 1 લાખ 62 હજાર 162 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. આ યોજના અંતર્ગત વધુમાં વધુ માસિક પેન્શન 9250 રૂપિયા, ત્રિમાસિક 27, 750 રૂપિયા, અર્ધવાર્ષિક પેન્શન 55 હજાર રૂપિયા અને વાર્ષિક પેન્શન 1, 11, 100 રૂપિયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news