ઘોડા-ગાડી, મકાન-દુકાન બધુ લઈ આપશે આ સરકારી બેંકનો શેર! મોકો ચુક્યા તો પસ્તાશો

આજકાલ શેરબજારમાં જબરદસ્ત તેજી ચાલી રહી છે. IPOમાં રોકાણ કારો ધૂમ કમાણી કરી રહ્યાં છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ (MOFSL) એ આ સરકારી બેંક માટે તેમનો લક્ષ્યાંક વધારીને રૂ. 800 કર્યો છે, અગાઉ આ બ્રોકરેજ સંસ્થાએ રૂ. 700નો લક્ષ્યાંક મૂક્યો હતો. 800એ પહોંચશે ભાવ! આ સરકારી બેંકનો શેર ખરીદી લો, મોકો ચૂક્યા તો થશે પસ્તાવો.

ઘોડા-ગાડી, મકાન-દુકાન બધુ લઈ આપશે આ સરકારી બેંકનો શેર! મોકો ચુક્યા તો પસ્તાશો

SBI Share: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના શેરને લઈને બ્રોકરેજ હાઉસનો નવો ટાર્ગેટ જાહેર થયો છે. . હાલમાં SBIના શેરની કિંમત 657.50 રૂપિયા છે. પરંતુ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસ (MOFSL) એ આ સરકારી બેંક માટે તેનો લક્ષ્યાંક વધારીને રૂ. 800 કર્યો છે, અગાઉ બ્રોકરેજ રૂ. 700નો લક્ષ્યાંક મૂક્યો હતો. હવે બ્રોકરેજ હાઉસે SBIની વર્તમાન કિંમત કરતાં 23 ટકા વધુ ટાર્ગેટ આપ્યો છે. આમ એમને વિશ્વાસ છે કે આ શેર ઉંચકાશે.  

આ બ્રોકરેજ હાઉસે મોટાભાગની બેન્કો સારું પર્ફોમન્સ કરી રહી હોવાનો રિપોર્ટ આપ્યો છે. વાસ્તવમાં, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના નિષ્ણાતોએ જાહેર ક્ષેત્રની બેંકોના શેરોના લક્ષ્યાંકને વધારતા કહ્યું કે કમાણીમાં વધારો, સારી લોન વૃદ્ધિ, માર્જિન સ્થિરતા અને નિયંત્રિત ક્રેડિટ ખર્ચને કારણે જાહેર ક્ષેત્રની બેંકોના શેરના ભાવ અપગ્રેડ થયા છે. બ્રોકરેજ ફર્મે જાહેર ક્ષેત્રની બેંકોને 'બાય' રેટિંગ આપ્યું છે. જેને કારણે તમે આ બેંકના શેરની ખરીદીમાં રસ દાખવી શકો છો. એસબીઆઈ એ જાણીતી સરકારી બેન્ક છે. જેની પર સરકારને પણ ભરોસો છે. 

SBIના શેરમાં વૃદ્ધિની અપેક્ષા-
બેન્ક ઓફ બરોડાનો શેર લક્ષ્યાંક રૂ. 240 થી વધારીને રૂ. 280 પ્રતિ શેર કરવામાં આવ્યો છે, જે હાલમાં રૂ. 223 પર ટ્રેડ થઈ રહ્યો છે, એટલે કે 25 ટકાનો વધારો અપેક્ષિત છે. ઈન્ડિયન બેંકનો ટાર્ગેટ 460 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 525 રૂપિયા કરવામાં આવ્યો છે, જે વર્તમાન ભાવ કરતા લગભગ 18.5 ટકા વધુ છે. યુનિયન બેંકના સ્ટોકનો લક્ષ્યાંક રૂ. 130 થી વધારીને રૂ. 150 કરવામાં આવ્યો છે, કેનેરા બેન્ક (કેનેરા બેન્ક સ્ટોક)નો લક્ષ્યાંક રૂ. 440 થી વધારીને રૂ. 550 કરવામાં આવ્યો છે અને પંજાબ નેશનલ બેન્ક (PNB સ્ટોક)નો લક્ષ્યાંક રૂ. 130 થી વધારીને રૂ. 150 કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસે 11 સપ્ટેમ્બરે જારી કરેલી નોટમાં SBIની ટાર્ગેટ કિંમત 700 રૂપિયા આપી હતી. જે હવે વધારીને 800 રૂપિયા કરવામાં આવી છે.

SBIના વેપારમાં સુધારો-
SBIનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 499.35 છે, જ્યારે તેની 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ. 659 છે. છેલ્લા એક વર્ષમાં આ સરકારી બેંકના શેરે લગભગ 8 ટકા રિટર્ન આપ્યું છે, જ્યારે 5 વર્ષમાં 125 ટકા રિટર્ન આપ્યું છે. એટલે કે 5 વર્ષમાં બેંકના શેરમાં તેમના નાણાં બમણા થઈ ગયા છે. નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં SBIનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે (YoY) 8% વધીને 14,330 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 13,265 કરોડ હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેન્કની ચોખ્ખી વ્યાજ આવક (NII) વાર્ષિક ધોરણે 12.3% વધીને રૂ. 39,500 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 31,184 કરોડ હતો.

(Disclaimer : શેરબજારમાં રોકાણ કરતા પહેલાં, ચોક્કસ નાણાકીય સલાહકારની મદદ લો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news