આ અબજપતિ જાહેરમાં રતન તાતાને પગે લાગ્યા, લોકો જોઈને થયા ભાવવિભોર

બિઝનેસ ટાયકૂન રતન તાતાને તો કોણ નહીં ઓળખતું હોય. તાજેતરમાં જ તેમણે પોતાની એક યંગ એજની તસવીર શેર કરી હતી જેણે ઈન્ટરનેટ પર આગ લગાવી હતી. લોકો રતન તાતાના દીવાના થઈ ગયા હતાં.

Updated By: Jan 29, 2020, 02:19 PM IST
આ અબજપતિ જાહેરમાં રતન તાતાને પગે લાગ્યા, લોકો જોઈને થયા ભાવવિભોર

મુંબઈ: બિઝનેસ ટાયકૂન રતન તાતાને તો કોણ નહીં ઓળખતું હોય. તાજેતરમાં જ તેમણે પોતાની એક યંગ એજની તસવીર શેર કરી હતી જેણે ઈન્ટરનેટ પર આગ લગાવી હતી. લોકો રતન તાતાના દીવાના થઈ ગયા હતાં. જોત જોતામાં તો તસવીર વાઈરલ થઈ ગઈ. હવે રતન તાતા અને ઊદ્યોગ જગતના વધુ એક દિગ્ગજ નારાયણ મૂર્તિની એક તસવીર હાલ વાઈરલ થઈ રહી છે. જેણે બધાના મન જીતી લીધા છે. 

વાત જાણે એમ છે કે મંગળવારે મુંબઈમાં થયેલા એક એવોર્ડ સમારોહ ટાઈકોનમાં રતન તાતાને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યાં. કોર્પોરેટ જગતમાં પોતાની વેલ્યુઝ માટે મશહૂર ઈન્ફોસિસના કો ફાઉન્ડર નારાયણ મૂર્તિએ આ એવોર્ડ રતન તાતાને આપ્યો. એવોર્ડ આપવા માટે સ્ટેજ પર પહોંચેલા 73 વર્ષના નારાયણમૂર્તિએ 82 વર્ષના રતન તાતાને પગે લાગ્યાં અને આશીર્વાદ લીધા. આ તસવીર હાલ ઈન્ટરનેટ પર ખુબ વાઈરલ છે. 

અત્રે જણાવવાનું કે ગત ગુરુવારે રતન તાતાએ પોતાની યંગ એજનો એક ફોટો શેર કરતા લખ્યું કે હું આ તસવીર બુધવારે પોસ્ટ કરવા માંગતો હતો પરંતુ લોકોએ મને જણાવ્યું કે જૂની તસવીરો થ્રો બેક ગુરુવાર (#ThrowbackThursday)ના રોજ શેર કરાય છે. આથી હું આ તસવીરથી થ્રોબેક કરી રહ્યો છું. આ ફોટો મારા હોશે હોશે ભારત પાછા ફરતા પહેલાનો છે જે લોસ એન્જેલસમાં લેવાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube