ઉદ્યોગ સંગઠન CATMiએ આપી ચેતવણી, માર્ચ 2019 સુધી બંધ થઈ જશે 50 ટકા એટીએમ
ઉદ્યોગ સંગઠને દેશના અડધાથી વધુ એટીએમ મશીનો બંધ થવાની ચેતવણી આપી છે.
Trending Photos
મુંબઈઃ ઉદ્યોગ સંગઠન કન્ફેડરેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રી (CATMi) ચેતવણી આપી છે કે માર્ચ 2019 સુધી દેશના અડધા એટીએમ બંધ થઈ શકે છે. CATMiએ બુધવારે ચેતવણી આપતા કહ્યું કે, એટીએમ હાર્ડવેર અને સોફ્ટવેર અપગ્રેડની સાથે રોકડ મેનેજમેન્ટ યોજનાઓના હાલના માપદંડોને કારણે માર્ચ 2019 સુધી સંચાલનના અભાવમાં 50 ટકા એટીએમ બંધ થઈ જશે.
કૈટમીના પ્રવક્તાએ કહ્યું કે, ભારતમાં આ સમયે આશરે 2.38 લાખ એટીએમ મશીનો છે. સર્વિસ પ્રોવાઇડરોએ દેશના આશરે 1.13 લાખ ATMsને બંધ કરવા માટે મજબૂર થવું પડી શકે છે. તેમાંથી એક લાખ ઓફ-સાઇટ અને 15 હજારથી વધુ વાઇટ લેબલ એટીએમ છે. ઈન્ડસ્ટ્રી બોડીએ એક નિવેદનમાં કહ્યું, એટીએમો બંધ થવાથી હજારો નોકરીઓ અને સરકારના આર્થિક સમાવેશના પ્રયાસો પર અસર પડશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, એટીએમ હાર્ડવેર અને સોફ્ટવેર અપગ્રેડ કરવાના દિશાનિર્દેશ, રોકડ મેનેજમેન્ટના માપદંડોની હાલની શરતો અને કેશ લેન્ડિંગની કેસેટ સ્વેપ પદ્ધતિને કારણે વધુ એટીએમ ગ્રામીણ વિસ્તારમાં બંધ થશે. તેવામાં નક્કી છે કે, તેની અસર સરકારી સબ્સિડીનો લાભ મેળવનારા લોકો પર પણ પડશે, જે મશીનોનો ઉપયોગ પૈસા કાઢવા માટે કરે છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ પગલાથી ઉદ્યોગમાં ભારે બેકારી આવશે, જે સંપૂર્ણ અર્થવ્યવસ્થામાં નાણાકિય સેવાઓ માટે હાનિકારક હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે