કેન્દ્ર સરકાર પાસે ડુંગળીનો પૂરતો સ્ટોક, લોકોને 24 રૂપિયે કિલો મળશેઃ રામવિલાસ પાસવાન

પાસવાને કહ્યું, 'દિલ્હી સરકારે 28 સપ્ટેમ્બરથી 5 દિવસ માટે પ્રતિદિન 100 ટન ડુંગળીની માગ કરી છે, જે પૂરી કરવામાં આવશે. આ સિવાય જે રાજ્યોને જેટલી જરૂરીયાત હશે તેટલો પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવશે.'
 
 કેન્દ્ર સરકાર પાસે ડુંગળીનો પૂરતો સ્ટોક, લોકોને 24 રૂપિયે કિલો મળશેઃ રામવિલાસ પાસવાન

નવી દિલ્હીઃ ડુંગળીની વધતી કિંમતોથી પરેશાન લોકોને બુધવારે કેન્દ્રીય ખોરાક અને પુરવઠા પ્રધાન રામવિલાસ પાસવાને મોટી રાહત આપી છે. પાસવાને કહ્યું કે, કેન્દ્ર સરકારની પાસે ડુંગળીનો પર્યાપ્ત જથ્થો છે. તેમણે કહ્યું કે, કેન્દ્રએ અત્યાર સુધી ત્રિપુરાને 1850 ટન, હરિયાણાને 2000 ટન અને આંધ્ર પ્રદેશને 960 ટક ડુંગળી તત્કાલ 15.59 રૂપિયા/કિલો ઉપલબ્ધ કરાવી છે. તે વધુમાં વધુ 23.90 રૂપિયા/કિલોના ભાવથી ગ્રાહકોને ઉપલબ્ધ કરાવશે. 

પાસવાને કહ્યું, 'દિલ્હી સરકારે 28 સપ્ટેમ્બરથી 5 દિવસ માટે પ્રતિદિન 100 ટન ડુંગળીની માગ કરી છે, જે પૂરી કરવામાં આવશે. આ સિવાય જે રાજ્યોને જેટલી જરૂરીયાત હશે તેટલો પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવશે.'

આસમાને પહોંચી રહ્યાં છે ડુંગળીના ભાવ
મહત્વનું છે કે આ દિવસોમાં દિલ્હી-એનસીઆરમાં ડુંગળીનો ભાવ આસમાને પહોંચી રહ્યો છે. તે 60 રૂપિયાથી લઈને 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેંચાઈ રહી છે. છેલ્લા 20 દિવસથી ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શરૂઆતમાં રિટેલમાં ડુંગળીનો ભાવ 30થી 40 રૂપિયા કિલો ચાલી રહ્યો હતો. જે વધીને 60થી 80 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેનું કારણ એ છે કે મધ્ય ભારત અને મહારાષ્ટ્રમાં હજુ પણ વરસાદ અને પૂરની સ્થિતિ છે, તેના કારણે ડુંગળીનો પાક ખરાબ થઈ રહ્યો છે. 

બીજીતરફ નાફેડના સ્ટોકથી સરકારે ડુંગળીને ખુલા બજારમાં વેંચવાની ગતિ વધારી છે. કૃષિ મંત્રાલય જ્યાં પાસવાનની ઓફિસ છે, તેની સામે મંગળવારે લાઇનમાં ઉભીને લોકો ડુંગળી ખરીદી રહ્યાં હતા. તેને 24 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી ડુંગળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news