Walmartમાં મેનેજમેન્ટના ધરખમ ફેરફાર, આ ટોચના અધિકારીને દેખાડી દેવાશે દરવાજો

વોલમાર્ટ હવે ચેરમેન અને ગ્રૂપ સીઇઓની જવાબદારીને અલગઅલગ નક્કી કરવા માગે છે

Walmartમાં મેનેજમેન્ટના ધરખમ ફેરફાર, આ ટોચના અધિકારીને દેખાડી દેવાશે દરવાજો

નવી દિલ્હી : ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટને વોલમાર્ટે ખરીદી લીધી છે. હવે એના મેનેજમેન્ટમાં મોટા બદલાવ હાથ ધરવામાં આવી રહ્યા છે. વોલમાર્ટ ઇન્ક.ના નિયંત્રણમાં આવ્યા પછી કંપની ફ્લિપકાર્ટના નવા ગ્રૂપ સીઇઓના નામની વિચારણા કરી રહી છે અને કંપની વર્તમાન સીઇઓ બિન્ની બંસલને હટાવવાની તૈયારીમાં છે. કંપની સાથે જોડાયેલા અધિકારીએ આ વાતની જાણકારી આપી છે. ગયા મે મહિનામાં ચેરમેન સચિન બંસલના બોર્ડ સાથે મતભેદ થતા તેમણે કંપની છોડી દીધી હતી અને પછી બિન્ની બંસલે ગ્રૂપ સીઇઓની જવાબદારી સંભાળી હતી. 

વોલમાર્ટ હવે ચેરમેન અને ગ્રૂપ સીઇઓની જવાબદારીને અલગઅલગ વહેંચી દેવા માગે છે. ફ્લિપકાર્ટ પાસે પહેલાંથી ફેશન રિટેલ મિંત્રા અને જબોન્ગની ઓનરશિપ છે. આ સિવાય તે મોબાઇલ પેમેન્ટ કંપની ફોન પેનું પણ સંચાલન કરે છે. લાઇવ મિંટના સમાચાર પ્રમાણે વોલમાર્ટ ઇન્ક. નવા ગ્રૂપ સીઇઓની શોધ ચલાવી રહી છે. જોકે નિયમ પ્રમાણે બિન્ની બંસલ હજી 18 મહિના સુધી ફ્લિપકાર્ટની સ્પર્ધક કંપનીમાં કામ નહીં કરી શકે. 

નવા સીઈઓ મામલે કંપની સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યું છે કે હજી ફાઇનલ પસંદગી નથી થઈ પણ આ માટેના ચક્રો ગતિમાન થયા છે. ફ્લિપકાર્ટ (Flipkart) એક ઇ-કોમર્સ કંપની છે જેનું હેડક્વાર્ટર કર્ણાટકના બેંગ્લુરુમાં છે. આની સ્થાપના 2007માં આઇઆઇટી દિલ્હીના સ્નાતક સચિન બંસલ અને બિન્ની બંસલ દ્વારા કરવામાં આવી હતી. આની સ્થાપના તો પુસ્તકોના ઓનલાઇન ખરીદ-વેચાણ માટે કરવામાં આવી હતી પણ પછી તે દેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની બની ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news