Sensex 582 પોઈન્ટના વધારા સાથે બંધ, ટાટા મોટર્સના શેરમાં 16%નો ઉછાળો

Sensex 582 પોઈન્ટના વધારા સાથે બંધ, ટાટા મોટર્સના શેરમાં 16%નો ઉછાળો

નવી દિલ્હીઃ મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેર બજારના સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારે મોટા વધારા સાથે બંધ થયા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 159.70 પોઈન્ટના ઉછાળ સાથે 11,786.85  પર બંધ થયો હતો. તો બીએસઈનો સેન્સેક્સ 581.64 પોઈન્ટના વધારા સાથે 39,831.84 પર બંધ થયો હતો. નિફ્ટી 50મા સામેલ 50 શેરોમાથી 39 શેર વધારા સાથે બંધ થયા હતા. જ્યારે 11 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. 

જગુઆગ લેન્ચ રોવર (JLR)ના સારા પરિણામોને કારણે ટાટા મોટર્સના શેર 16.55 ટકાના વધારા સાથે બંધ થયા હતા. તો ટાટા સ્ટીલ પણ 6.44 ટકાના વધારા સાથે બંધ થયા હતા. 

નિફ્ટી50મા સામેલ કંપનીઓમા ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ સિવાય જેએસડબ્લ્યૂ સ્ટીલ (6.68 ટકા), યસ બેન્ક (6.30 ટકા) અને મારૂતિ સુઝુકી (4.42 ટકા), ભારતી એરટેલ (3.30 ટકા), અલ્ટ્રાટેક સિમેન્ટ (1.55 ટકા), કોટક મહિન્દ્રા બેન્ક (1.21 ટકા) અને ઝીલ (0.92 ટકા)ના વધારા સાથે બંધ થયા હતા. 

સેક્ટર સૂચકઆંકની વાત કરીએ તો નિફ્ટી મીડિયાને છોડીને બાકી તમામ લીલા નિશાન પર બંધ થયા હતા. નિફ્ટી ઓટોમાં સૌથી વધુ 4.29 ટકાનો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી મેટલમાં 3.98 ટકા તો નિફ્ટી પ્રાઇવેટ બેન્ક અને નિફ્ટી આઈટીમાં પણ 1.50-1.50 ટકાનો વધારો જોવા મળ્યો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news