હવે જો લૉકડાઉન વધારવામાં આવ્યુ તો અર્થવ્યવસ્થા માટે ઘાતક સાબિત થશેઃ આનંદ મહિન્દ્રા


મહિન્દ્રાએ કહ્યુ કે, ભારતે પોતાની સામૂહિક લડાઈમાં લાખો સંભવિત મોતોને ટાળી છે. ભારતમાં પ્રતિ 10 લાખ પર મૃત્યુનો દર 1.4 છે, જે 35ની વૈશ્વિક એવરેજ અને અમેરિકા 228ના દરની તુલનામાં ઘણો ઓછો છે. 
 

હવે જો લૉકડાઉન વધારવામાં આવ્યુ તો અર્થવ્યવસ્થા માટે ઘાતક સાબિત થશેઃ આનંદ મહિન્દ્રા

નવી દિલ્હીઃ દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ સોમવારે કહ્યુ કે, જો લૉકડાઉનને વધુ લાંબા સમય માટે વધારવામાં આવે છે તો તે દેશ માટે 'આર્થિક હારા-કિરી (ઘરેલૂ અર્થવ્યવસ્થા માટે આત્મઘાતી) સાબિત થઈ શકે છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેને કહ્યુ કે, લૉકડાઉન (પ્રતિબંધ)થી લાખો લોકોના જીવ બચ્યા છે, પરંતુ જો તેને હવે વધારવામાં આવ્યુ તો તે સમાજના નિચલા વર્ગ માટે ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે. જાપાનમાં યુદ્ધમાં પરાજીત પરાજીત થનારા યોદ્ધાઓને બંદી બનાવવાથી બચવા માટે પોતાના ચાકૂને પોતાના પેટમાં ઘુસેડીને આત્મહત્યા કરવાની પ્રથાને હારાકીરી કહેવામાં આવે છે.'

સરળતાથી સમતોલ નહીં થાય ગ્રાફ
મહિન્દ્રાએ એક ટ્વીટમાં કહ્યુ, પાછલા દિવસોમાં ગ્રાફની તેજી પર અંકુશ લગાવવા છતા નવા મામલાની સંખ્યા વધી છે. આપણી વસ્તી અને બાકી દુનિયાની સાપેક્ષ ઓછા મામલાને જોતા વધુ તપાસની સાથે-સાથે સંક્રમણના નવા મામલાની વૃદ્ધિ અનિવાર્ય છે. આપણે સરળતાના ગ્રાફને સમતોલ થવાની આશા ન કરી શકીએ. તેમણે કહ્યુ, પરંતુ તેનો અર્થ તે નથી કે લૉકડાઉને મદદ કરી નથી.

લાખો મોતોને ભારતે ટાળી
મહિન્દ્રાએ કહ્યુ કે, ભારતે પોતાની સામૂહિક લડાઈમાં લાખો સંભવિત મોતોને ટાળી છે. ભારતમાં પ્રતિ 10 લાખ પર મૃત્યુનો દર 1.4 છે, જે 35ની વૈશ્વિક એવરેજ અને અમેરિકા 228ના દરની તુલનામાં ઘણો ઓછો છે. આપણે લૉકડાઉનથી સ્વાસ્થ્ય ક્ષેત્રના આંતરમાળખાને સારૂ બનાવવાનો સમય પણ મળ્યો છે. 

રેલવેએ બદલ્યો નિર્ણય...સિલેક્ટેડ રેલવે સ્ટેશનો પર ખુલશે કાઉન્ટર, આ લોકોને મળશે ભાડામાં છૂટ

લૉકડાઉન વધારવાથી વધશે જોખમ
તેમણે કહ્યુ, જો લૉકડાઉન વધારે સમય લંબાવવામાં આવે છે તો દેશ આર્થિક હારા-કિરી કરવાના જોખમમાં પહોંચી જશે. તેમણે કહ્યુ, કામ-કાજ કરતી અને વૃદ્ધિ કરની અર્થવ્યવસ્થા આજીવિકા માટે રોગપ્રતિકારક તંત્રની જેમ છે. લૉકડાઉન રોગપ્રતિકારક તંત્રને નબળુ કરે છે અને આપણા સમાજને વધુ નુકસાન પહોંચાડે છે. 

ટેસ્ટિંગનો વ્યાપ વધારવાની જરૂર
મહિન્દ્રાએ કહ્યુ કે, દેશનુ ટાળી શકાતા મોતોને ટાળવાનુ હોવુ જોઈએ. દેશે ઝડપથી ઓક્સીજન લાઇનોથી લેસ હોસ્પિટલો, વ્યાપક તપાસ અને સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોને શોધવાની જરૂર છે. મહિન્દ્રાએ કહ્યુ કે, આખરે વૃદ્ધો અને સ્વાસ્થ્ય તથા સારવારની દ્રષ્ટિએ સમાજના નબળા લોકોની સુરક્ષા માટે પ્રયાસ કરવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news