ઇક્વિટી Mutual Fundsમાં ખરીદ-વેચાણનો બદલાયો સમય, સોમવારથી આ હશે નવો ટાઇમ

શેર માર્કેટ રેગ્યુલેટર (Share market regulator) SEBIએ ઇક્વિટી મ્યૂચ્યુઅલ ફંડ (Equity Mutual Funds)માં યુનિટ્સના ખરીદ વેચાણના સમયમાં ફરી એકવાર 3 વગ્યાનો કરી દીધો છે. મ્યૂચ્યુઅલ ફંડની બોડી ના અનુસાર આ નવું ટાઇમ ટેબલ 19 ઓક્ટોબરથી લાગુ થઈ જશે. જો કે, હાલ કટ-ઓફ ટાઇમ ડેટ (Debt) અને કંઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ્સ (Conservative hybrid funds) માટે ચાલુ રહેશે.
ઇક્વિટી Mutual Fundsમાં ખરીદ-વેચાણનો બદલાયો સમય, સોમવારથી આ હશે નવો ટાઇમ

નવી દિલ્હી: શેર માર્કેટ રેગ્યુલેટર (Share market regulator) SEBIએ ઇક્વિટી મ્યૂચ્યુઅલ ફંડ (Equity Mutual Funds)માં યુનિટ્સના ખરીદ વેચાણના સમયમાં ફરી એકવાર 3 વગ્યાનો કરી દીધો છે. મ્યૂચ્યુઅલ ફંડની બોડી ના અનુસાર આ નવું ટાઇમ ટેબલ 19 ઓક્ટોબરથી લાગુ થઈ જશે. જો કે, હાલ કટ-ઓફ ટાઇમ ડેટ (Debt) અને કંઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ્સ (Conservative hybrid funds) માટે ચાલુ રહેશે.

Association of Mutual Funds in India (AMFI)ના ચેરમેન નિલેશ શાહે એક ટ્વીટ કરતા જણાવ્યું કે, તમામ સ્કીમ્સના સબ્ક્રિપ્શન અને રિડિમ્પશનના કટ ઓફ ટાઇમ ફરીથી 3 વાગ્યાનો થઇ ગયો છે. માત્ર તે ફન્ડ્સને છોડી જે ડેટ અને કંઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ્સની કેટેગરીમાં આવે છે. નવો ટાઇમ્સ 19 ઓક્ટોબર એટલે કે, સોમવારથી લાગુ થઇ જશે. AMFIએ સેબીથી આ અપીલ કરી હતી, જેને સેબીએ માન્ય રાખ્યો છે. તેનો ફાયદો થશે કે, રોકાણકારની પાસે તે દિવસની NAV (Net Asset Value) મેળવવા માટે વધારે સમય મળશે.

તમને જણાવી દઇએ કે, એપ્રિલમાં સેબીએ કોરોનાને કારણે યૂનિટની ખરીદી અને વેચાણ માટે કટ ઓફ ટાઇમ ઘટાડ્યો હતો. તેમાં લિક્વિડ અને ઓવરનાઇટ સ્કીમ પણ સામેલ હતી. લિક્વિડ અને ઓવરનાઇટ ફંડ માટે 12.30થી 1.30 સુધીનો સમય કરાયો હતો. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ એપ્રિલમાં ડેટ અને કરન્સી માર્કેટનો સમય ઘટાડી 10 વાગ્યે સવારથી 2 વાગ્યા સુધી કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news