Gold Purchasing Report: ભારતમાં સોનું ખરીદી પર ચોંકાવનારો રિપોર્ટ, દેશમાં સૌથી વધુ આ વર્ગના લોકો ખરીદે છે ગોલ્ડ
Gold Purchasing Report: ગોલ્ડ ખરીદી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લગભગ 43 ટકા ભારતીય પરિવાર લગ્ન માટે સોનું ખરીદે છે. જ્યારે 31 ટકા લોકો કોઈ ખાસ પ્રસંગ વિના સોનું ખરીદે છે.
Trending Photos
Gold Purchasing Report: મધ્યમ વર્ગના લોકો સોથી વધુ સોનું ખરીદે છે અને તેને ભૌતિક સ્વરૂપમાં રાખવાનું પસંદ કરે છે. એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ઇન્ડિયા ગોલ્ડ પોલિસી સેન્ટરના ગોલ્ડ અને ગોલ્ડ માર્કેટ- 2022 રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ઉચ્ચ આવક જૂથના લોકો ડિજિટલ અથવા પેપર ફોર્મેટમાં ગોલ્ડ ખરીદવામાં રુચી રાખે છે.
સૌથી વધારે સોનું ખરીદે છે મધ્યમ વર્ગ
માથાદીઠ સોનાનો વપરાશ અમિરોમાં સૌથી વધુ છે, પરંતુ તનો કુલ જથ્થો હજુ પણ મધ્યમ વર્ગના લોકો પાસે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોટાભાગે વપરાશ 2-10 લાખ રૂપિયા વાર્ષિક આવકના પરિવારોમાં છે. જે સરેરાશ જથ્થાના લગભગ 56 ટકા છે.
અલગ-અલગ આવક વર્ગની આ છે પસંદ
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેથી તેઓ સુરક્ષિત રોકાણ પસંદ કરે છે. એટલે કે, ગોલ્ડ અને ગોલ્ડ ઉત્પદનો અથવા સુરક્ષિત સરકારી ઉત્પાદનો જવી કે, બેંક ફિક્સ ડિપોઝિટ, ભવિષ્ય નિધિ, જીવન વીમો, પોસ્ટ બચતમાં રોકાણ કરે છે, , જેમાં જોખમ સૌથી ઓછું છે. ત્યારે 10 લાખ રૂપિયાથી વધારે વાર્ષિક આવાકના ઉચ્ચ-મધ્યમ અને સમૃદ્ધ વર્ગ માટે બચત તેમની વધારાની આવક, નિષ્ક્રિય પડેલા વધારાના પૈસા અને મૂડી લાભ એ કમાણી છે. તેથી તેઓ સ્ટોક અથવા શેર, ડેરિવેટિવ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.
સોનાની ખરીદી પર નોટબંધીની અસર થઈ નહીં
ભારતના ઉપભોક્તા અર્થવ્યવસ્થા પર પીપલ રિસર્ચના સહયોગથી આઇજીપીસી દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણના માધ્યમથી ઘરેલુ સોનાનો વપરાશ રિપોર્ટ તૈયાર કરવામાં આવી હતી. સર્વેક્ષણ 40,000 ઘરોમાં કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ખુલાસો થયો કે નોટબંધી અથવા જીએસટીના અમલીકરણથી સોનાના વપરાશને કોઈ અસર થઈ નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં ઓછામાં ઓછા 74 ટાક ઉચ્ચ આવકવાળા પરિવારોએ સોનું ખરીદ્યાની પુષ્ટિ કરી છે.
43 ટકા ભારતીય પરિવાર લગ્ન માટે ખરીદે છે સોનું
રિપોર્ટમાં આ પણ કહેવામાં આવ્યું છે કે, સોનું ઉત્સવનું પ્રતીક છે અને ખરીદીના કારણે લગ્ન અને તહેવારોમાં દાગીનાની ખરીદી 65-70 ટકાનું યોગદાન હોય છે. જ્યારે 30-35 ટકા વિવેકાધીન ખર્ચ હોય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, લગભગ 43 ટકા ભારતીય પરિવાર લગ્ન માટે સોનું ખરીદે છે. 31 ટકા કોઈ ખાસ પ્રસંગ વિના સોનું ખરીદે છે.
IGPC ની આ છે આકારણી
આઇજીપીસીના અધ્યક્ષ અરવિંદ સહાયે કહ્યું કે, સોનું અમિરો માટે છે. આ સામાન્ય માનસિકતાની વિપરીત સર્વેક્ષણે આપણને દેખાળ્યું કે મધ્યમ આવકના પરિવાર મુલ્ય સાથે સાથે જથ્થામાં પણ સૌથી વધારે સોનું ખરીદે છે. આપણે તે સ્વીકાર કરવો જોઇએ કે સંપત્તિના રૂપમાં સોનાનો વપરાશ વધારવામાં મહામારીએ એક મહત્વપૂર્ણ ભુમિકા નિભાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે