Gold Price 1 Aug: સોના-ચાંદીના ભાવમાં ફેરફાર, ચેક કરો 14થી 24 કેરેટ ગોલ્ડનો લેટેસ્ટ ભાવ

આજે સોની બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ગોલ્ડ-સિલ્વરના રેટમાં તેજી જોવા મળી રહી છે. વર્તમાનમાં સોનું પોતાના ઓલ ટાઈમ હાઈથી 2156 રૂપિયા સસ્તું છે. 
 

Gold Price 1 Aug: સોના-ચાંદીના ભાવમાં ફેરફાર, ચેક કરો 14થી 24 કેરેટ ગોલ્ડનો લેટેસ્ટ ભાવ

નવી દિલ્હીઃ Gold-Silver Price Today 1 Aug 2023: સોની બજારમાં સોના-ચાંદીના હાજર ભાવમાં આજે પણ વધારો જોવા મળ્યો છે. આજે 24 કેરેટ સોનું શુક્રવારના બંધ ભાવના મુકાબલે માત્ર 16 રૂપિયા વધીને ખુલ્યો, જ્યારે ચાંદીએ 568 રૂપિયાની છલાંગ લગાવી છે. આજે સોની બજારોમાં ગોલ્ડ 999નો ભાવ 59583 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. હવે એક કિલો ચાંદીનો ભાવ 74428 રૂપિયા થઈ ગયો છે. 

નોંધનીય છે કે આજના રેટ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કરવામાં આવ્યા છે. સોના-ચાંદીના આ રેટ પર જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ લાગેલો નથી. બની શકે કે તમારા શહેરમાં સોના-ચાદીં 1000થી 2000 રૂપિયા મોંઘુ મળી રહ્યું હોય. 

આજના સોના-ચાંદીના ભાવ
Gold 999 (24 કેરેટ)    59583    1787.49    61,370.49    67,507.54
Gold 995 (23 કેરેટ)    59344    1780.32    61,124.32    67,236.75
Gold 916 (22 કેરેટ)    54578    1637.34    56,215.34    61,836.87
Gold 750 (18 કેરેટ)    44687    1340.61    46,027.61    50,630.37
Gold 585 ( 14 કેરેટ)    34856    1045.68    35,901.68    39,491.85
Silver 999   74428 (Rs/Kg)   2232.84    76,660.84    84,326.92

62,000 રૂપિયાથી ઉપર જશે સોનું
યુએસ ફેડ દ્વારા રેટમાં 25 બીપીએસના વધારા બાદ બજાર અહીંથી વધુ એક વધારાની આશા રાખી રહ્યું છે. ફેડ દરમાં વધારા બાદ સોનાની કિંમતના આઉટલુક પર નિષ્ણાંતોએ કહ્યું કે, સોનાને મજબૂતી મળી શકે છે. વૈશ્વિક સ્તર પર કિંમતો 2000 ડોલર પ્રતિ ઔંસના સ્તર સુધી પહોંચવાની આશા છે. ઘરેલૂ સ્તર પર આ ભાવ 62000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુના સ્તરે પહોંચી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news