પતિએ ખેતર વેચી, મજૂરી કરી અર્ધાંગિનીને ભણાવી, પત્નીએ લેખપાલ બનતા જ પતિનો સાથ છોડ્યો

UP News: અમરીશ રાવતના લગ્ન જિલ્લામાં જ યાકુતગંજના રામચરનની પુત્રી દીપિકા સાથે 20 ફેબ્રુઆરી 2009ના રોજ થયા હતા. લગ્ન બાદ  બધુ ઠીક ચાલતુ હતું. 2010માં બંનેની એક પુત્રી થઈ. જેનું નામ નંદિતા છે. પત્ની દીપિકા ઈન્ટર પાસ થઈને સાસરે આવી હતી. તેણે આગળ ભણવાની વાત કરીતો પતિએ પણ તેની ઈચ્છાનું સન્માન કર્યું. 

પતિએ ખેતર વેચી, મજૂરી કરી અર્ધાંગિનીને ભણાવી, પત્નીએ લેખપાલ બનતા જ પતિનો સાથ છોડ્યો

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં જ્યોતિ મૌર્યા જેવો જ એક કેસ સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ તેની પત્નીને લેખપાલ બનાવ્યા બાદ ગુમાવી  બેઠો. પતિનો આરોપ છે કે લેખપાલની નોકરી મેળવ્યા બાદ પત્નીએ તેની સાથે બધા સંબંધ તોડી નાખ્યો. ત્યારબાદથી પત્નીએ પતિ વિરુદ્ધ કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો. જો કે જજે આ કેસની સુનાવણી કરતા પત્ની તરફથી દાખલ છૂટાછેડાના કેસને પાયાવિહોણો ગણાવીને ફગાવી દેવાનો ચુકાદો આપ્યો. જ્યારે પીડિત પતિ હજુ પણ પત્ની સાથે રહેવા મનામણા કરી રહ્યો છે. પરંતુ પત્ની કોઈ પણ કિંમતે પાછી ફરવા માટે તૈયાર નથી. પતિનો આરોપ છે કે તેના કોઈ બીજા લેખપાલ યુવક સાથે સંબંધ થઈ ગયા છે અને બંનેએ સગાઈ પણ કરી લીધી છે. હવે તે તેને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. 

વર્ષ 2009માં થયા હતા લગ્ન
સમગ્ર મામલો બારાબંકી જિલ્લામાં પોલીસ મથક સતરિખ વિસ્તારના ગ્રામ મોહમ્મદપુર મજરે ગાલ્હામઉ સંલગ્ન છે. અહીંના અમરીશ રાવતના લગ્ન જિલ્લામાં જ યાકુતગંજના રામચરનની પુત્રી દીપિકા સાથે 20 ફેબ્રુઆરી 2009ના રોજ થયા હતા. લગ્ન બાદ  બધુ ઠીક ચાલતુ હતું. 2010માં બંનેની એક પુત્રી થઈ. જેનું નામ નંદિતા છે. પત્ની દીપિકા ઈન્ટર પાસ થઈને સાસરે આવી હતી. તેણે આગળ ભણવાની વાત કરીતો પતિએ પણ તેની ઈચ્છાનું સન્માન કર્યું. 

દિવસ રાત મહેનત કરી ભણાવી
અમરીશે પત્નીના અભ્યાસ માટે દિવસ રાત મહેનત કરવાનું શરૂ કરી દીધુ. તેણે આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો. તેને પહોંચી વળવા માટે એક એક પૈસો જોડ્યો અને આ બધામાં તેણે ખેતર પણ વેચવું પડ્યું. ત્યારબાદ તેનું સિલેક્શન લેખપાલ પદે થઈ ગયું. પછી તો લેખપાલ બનતા જ દીપિકાના તેવર બદલાઈ ગયા. તેણે થોડા સમય બાદ તેની આઠ વર્ષની બાળકીને લઈને તે પીયર જતી રહી. 

ત્યારબાદ પતિ અમરીશ અને તેના પરિવાર સાથે રહેવાની ચોખ્ખી ના પાડી દીધી ને પતિ પર ઉત્પીડનનો આરોપ લગાવતા કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો. જો કે ફેમિલી કોર્ટના  જસ્ટિસ દુર્ગ નારાયણ સિંહે મામલાની સુનાવણી કરતા પત્ની તરફથી દાખલ કરાયેલી ડિવોર્સની અરજીને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી. પતિનો આરોપ છે કે દીપિકાનો સંબંધ કોઈ કૌશલ પાલ મિશ્રા નામના લેખપાલ સાથે બંધાયો છે. હવે તે તેને મારી નાખવાની ધમકી પણ આપી રહ્યો છે. 

વર્ષ 2018માં બની લેખપાલ
અત્રે જણાવવાનું કે પતિ અમરીશ રાવતના જણાવ્યાં મુજબ તેમની માતાનું મૃત્યુ વર્ષ 2011માં થઈ ગયું હતું. પરંતુ આમ છતાં તેમણે ક્યારેય દીપિકાને ગૃહસ્થી સંભાળવાનું કહ્યું નહતું. તેમણે દીપિકાને ભણવાનું ચાલુ રખાવ્યું. તેને ગ્રેજ્યુએશન પૂરું કરાવ્યું. ત્યારબાદ એમએ અને બીએડ પણ કરાવ્યું. પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગમાં એડમિશન કરાવ્યું. અમરીશે જણાવ્યું કે તેઓ દીપિકાને કોચિંગમાં લાવવા અને લઈ જવા સહિતની તમામ બીજી કૌટુંબિક જવાબદારીઓ સતત નિભાવતા રહ્યા. 

કોચિંગ કરાવીને પત્નીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી. ત્યારબાદ વર્ષ 2018માં દીપિકાનું સિલેક્શન લેખપાલ પદે થયું. દીપિકાને બસ્તી જિલ્લાના હરૈયા તહસીલમાં નોકરી મળી. અમરીશે આરોપ લગાવ્યો કે કોઈ કૌશલ પાલ મિશ્રા નામના લેખપાલે ફોન પર તેને જણાવ્યું કે તેણે દીપિકા સાથે સગાઈ કરી લીધી છે. હવે કૌશલ પાલ તેને  ફોન કરીને મારી નાખવાની  ધમકી આપી રહ્યો છે. 

કોર્ટે ફગાવી અરજી
પતિના જણાવ્યાં મુજબ દીપિકા સાથે રહેવા અને લગ્ન જીવન બચાવવા માટે તેણે અનેકવાર આજીજી કરી. દીપિકાના પરિવારને પણ મળ્યો. પરંતુ તેની તમામ કોશિશો બેકાર ગઈ. એટલે સુધી કે તેને તેની પુત્રીને પણ મળવા ન દેવાયો. જો કે અમરીશે ફેમિલી કોર્ટના ચુકાદા પર સંતોષ વ્યક્ત કર્યો છે. તેનું કહેવું છે કે હવે તેને કઈક આશા મળી છે. અમરીશના પિતા હરિનાથે પણ જણાવ્યું કે તેમણે પુત્રવધુને ભણાવવા માટે કોઈ કસર ન છોડી, પરંતુ હવે તેમની સાથે પુત્રવધુએ આવું કર્યું. 

અમરીશ રાવતના વકીલ મહેન્દ્ર પાઠકે જણાવ્યું કે કોર્ટે ક્રુઅલ્ટીના બેસ પર કરાયેલા દીપિકાના છૂટાછેડાની અરજીને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી છે. વકીલના જણાવ્યા મુજબ અમરીશે સેકશન-9 હેઠળ દીપિકાને પાછી બોલાવવા માટે કેસ દાખલ કર્યો છે જે વિચારણાહેઠળ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news