સોનાની કિંમતમાં વધારો, ચાંદીમાં પણ તેજી, જાણો નવો ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ તેજીની સાથે 1937 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યો છે. તો ચાંદી સામાન્ય વધારાની સાથે 25.22 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓની કિંમતોમાં તેજી બાદ દિલ્હી સોની બજારમાં ગુરૂવારે સોનું 249 રૂપિયાના વધારા સાથે 51500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. એચડીએફસી સિક્યોરિટીઝે આ જાણકારી આપી છે. આ પહેલાં કારોબારી સત્રમાં સોનું 51251 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત 365 રૂપિયાની તેજીની સાથે 68218 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ, જે પાછલા કારોબારી સત્રમાં 67853 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ તેજીની સાથે 1937 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યો છે. તો ચાંદી સામાન્ય વધારાની સાથે 25.22 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યુ- રૂપિયાના મૂલ્યમાં સુધાર છતાં ન્યૂયોર્ક સ્થિત જિંસ એક્સચેન્જ, કોમેક્સમાં કાલે રાત્રે આવેલી તેજી બાદ દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં 249 રૂપિયાનો વધારો થયો. તેમણે કહ્યું કે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતોમાં તેજીને અમેરિકી બોન્ક આવકમાં ઘટાડાને કારણે પણ સમર્થન મળ્યું છે.
આ પણ વાંચોઃ Tata Group ના ઓટો શેરમાં 44 ટકા રિટર્નની આશા, 12 મહિનાનો ટાર્ગેટ, રાકેશ ઝુનઝુનવાલાનો છે ફેવરિટ
રૂપિયો 41 પૈસાના વધારા સાથે 75.80 ડોલર પર
ઘરેલૂ શેર બજારમાં તેજી અને ડોલરના નબળા થવાથી અંતરબેન્ક વિદેશી મુદ્રા વિનિમય બજારમાં અમેરિકી મુદ્દાના મુકાબલે રૂપિયો 41 પૈસાના વધારા સાથે 75.80 (અસ્થાયી) પ્રતિ ડોલર પર બંધ થયો. આંતરરાષ્ટ્રીય વિદેશી મુદ્રા વિનિમય બજારમાં રૂપિયો અમેરિકી ડોલર મુકાબલે 75.96 પર ખુલ્યો હતો. કારોબાર દરમિયાન તેણે 75.77ની ઉચ્ચ સપાટી અને 75.97ની નીચલી સપાટી વટાવી હતી. બાદમાં રૂપિયો 41 પૈસાની તેજી દર્શાવતા 75.80 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
વાયદા કારોબારમાં ગુરૂવારે સોનાનો વાયદા ભાવ 358 રૂપિયાની તેજી સાથે 51505 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનું એપ્રિલની ડિલિવરીવાળા કરારનો ભાવ 358 રૂપિયાની તેજી સાથે 51505 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો હતો. તેમાં 8408 લોટ માટે કારોબાર થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે