સોનાના ભાવમાં ફરી વધારો, જાણો આજે શું છે એક તોલાની કિંમત


આજે સવારે સોનું 52 હજારના સ્તર પર ખુલ્યું હતું. શરૂઆતી કારોબારમાં સોનું 52100ની ઉચ્ચ સપાટી અને  51,958ની નિચલી સપાટીએ પણ પહોંચ્યું હતું. 

સોનાના ભાવમાં ફરી વધારો, જાણો આજે શું છે એક તોલાની કિંમત

નવી દિલ્હીઃ સોના (Gold Rate)ની કિંમતોમાં આજે ફરી વધારો જોવા મળ્યો છે. કાલે સાંજે વાયદા બજારમાં સોનું 51,701 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું હતું, જે આજે  (Gold Price Today) સવારે 299 રૂપિયાના વધારાની સાથે 52 હજારના સ્તર પર ખુલ્યું છે. શરૂઆતી કારોબારમાં સોનાની ચાલ ધીમી જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સોનું 52100ની ઉચ્ચ સપાટી અને  51,958ની નિચલી સપાટીએ પણ પહોંચ્યું હતું. 

કાલે પણ સોનાના વાયદાની કિંમતોમાં તેજી
મજબૂત હાજર માંગને કારણે સટોડિયાઓએ તાજા સોદાની લેવાલી કરી જેનાથી વાયદા બજારમાં સોમવારે સોનું 132 રૂપિયાની તેજીની સાથે 51,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબર મહિનામાં ડિલીવરી સોનાના કરારની કિંમત 132 રૂપિયા એટલે કે 0.26 ટકાની તેજીની સાથે 51,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. તેમાં 14943 લોટ માટે વેપાર થયો હતો. આંતરરાષ્ટ્રીય બજાર ન્યૂયોર્કમાં સોનું 0.40 ટકાના ઘટાડાની સાથે 1,967.10 ડોલર પ્રતિ ઔંસ રહ્યું હતું. 

જ્વેલરી બજારમાં કાલે સોનું થયું મોંઘુ
રૂપિયો નબળો થવા વચ્ચે સ્થાનીક સોની બજારમાં સોમવારે સોનું 161 રૂપિયાની તેજીની સાથે  52,638 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું હતું. એસડીએફસી સિક્યોરિટીએ આ જાણકારી આપી હતી. પાછલા કારોબારી સત્રમાં સોનું 52,477 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બંધ થયું હતું. ચાંદી પણ 800 રૂપિયાની તેજીની સાથે 68,095 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું હતું. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યુ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડા વચ્ચે દિલ્હીમાં 24 કેરેટ સોનાની હાજર કિંમતમાં 161 રૂપિયાની તેજી આવી. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસના ઉપાધ્યક્ષ નવનીત દામાણીએ કહ્યુ કે, અમેરિકાની કેન્દ્રીય બેન્કે ફેડરલ રિઝર્વની લોન સસ્તી રાખવાની નીતિ હજુ આગળ અને લાંબા સમય સુધી જારી રાખવાનો સંકેત આપ્યો છે. તેનાથી ડોલર અન્ય મુખ્ય મુદ્દાઓની સમક્ષ નબળો પડ્યો અને સોનાના ભાવ વધી ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news