શરૂ કરો LED લાઇટ બનાવવાનો બિઝનેસ, થશે મોટી કમાણી, અહીં મળશે ટ્રેનિંગ

દિલ્હીના પશ્ચિમ વિહાર સ્થિત ભારતીય વિદ્યાપીઠ ડીમ્ડ યુનિવર્સિટી એલઈડી બલ્બ બનાવવાનો એક કોર્સ કરાવે છે.

 શરૂ કરો LED લાઇટ બનાવવાનો બિઝનેસ, થશે મોટી કમાણી, અહીં મળશે ટ્રેનિંગ

નવી દિલ્હીઃ દેશમાં એલઈડી બલ્બ (LED)ની માંગમાં ખુબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. એલઈડી (LED)ને લઇટ એમિટિંગ ડાયોડ કહે છે. જ્યારે ઇલેક્ટ્રોન અર્ધચાલક પદાર્થથી પસાર થાય છે તો નાના કણોને રોશની પ્રદાન કરે છે, જેને એલઈડી કહેવામાં આવે છે. આ સૌથી વધુ ઉર્જા અને રોશની આપે છે. ખાસ વાત છે કે આ એલઈડી બલ્બને રિસાઇકિલ (recycled) કરી શકાય છે. એલઈડીમાં સીએફએલ (CFL) બલ્બોની જેમ પારો (mercury)  હોતો નથી, પરંતુ તેમાં લેડ (lead) અને નિકલ (Nickel) જેવા ઘટકો સામેલ હોય છે. 

વીજળીનો ઓછો વપરાશ
એલઈડી બલ્બ  CFLની તુલનામાં વીજળીનો ઓછો વપરાશ કરે છે.  સીએફએલથી એક વર્ષમાં આશરે 80 ટકા ઉર્જાની કિંમત હોય છે. LED બલ્બ સીએલએફની તુલનામાં મોંઘો હોય છે. એક LED બલ્બની લાઇલ સામાન્ય રીતે 50000  કલાકથી વધુની હોય છે જ્યારે સીએફએલ બલ્બની 8000 કલાકની હોય છે. એલઈડી બલ્બ ટકાઉ અને લાંબા સમય સુધી ચાલે છે. 

શરૂ કરો પોતાનો બિઝનેસ
તેવામાં જો તમે પોતાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો LED બલ્બનો બિઝનેસ શરૂ કરી શકો છો. મિનિસ્ટ્રી ઓપ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ હેઠળ ઘણી સંસ્થા એલઈડી બલ્બ બનાવવાની ટ્રેનિંગ આપી રહી છે. 

કોરોના સંકટની ખરાબ અસર, જૂન ક્વાર્ટરની GDPમા 23.9%નો ઐતિહાસિક ઘટાડો 

અહીં લઈ શકો છો ટ્રેનિંગ
દિલ્હીના પશ્ચિમ વિહાર સ્થિત ભારતીય વિદ્યાપીઠ ડીમ્ડ યુનિવર્સિટી એલઈડી બલ્બ બનાવવાનો એક કોર્સ કરાવે છે. આશરે 5000 રૂપિયા આ કોર્સની ફી રાખવામાં આવી છે. અહીં તમને એલઈડી વિશે દરેક બારીકથી બારીક જાણકારી આપવામાં આવશે અને એલઈડી બનાવવાની રીત વિશે જણાવવામાં આવશે. 

આ પ્રકારની હશે તાલીમ
એલઈડી બલ્બ બનાવવાની ટ્રેનિંગ દરમિયાન તમને બેઝિક ઓફ એલઈડી, બેઝિક ઓફ પીસીબી, એલઈડી ડ્રાઈવર, ફિટિંગ-ટેસ્ટિંગસ, મટિરિયલની ખરીદી, માર્કેટિંગ, સરકારી સબ્સિડી સ્કીમ વગેરે વિશે જણાવવામાં આવશે. 

આ રીતે કરો અરજી
જો તમે ટ્રેનિંગ લઈને એલઈડી બલ્બ બનાવવાનો પોતાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો તમે  99711-2866, 82175-82663 કે 88066-14948 પર કોલ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news