Gold Rate Today: સોનાના ભાવ થયા ધડામ, સસ્તું સોનું ખરીદવાની શાનદાર તક! જુઓ તો ખરા ક્યાં પહોંચી ગયો ભાવ..લેટેસ્ટ રેટ જાણો

Today Gold Price: જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો આજના ભાવ ખાસ ચેક કરો કારણ કે આજે શરાફા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 

Gold Rate Today: સોનાના ભાવ થયા ધડામ, સસ્તું સોનું ખરીદવાની શાનદાર તક! જુઓ તો ખરા ક્યાં પહોંચી ગયો ભાવ..લેટેસ્ટ રેટ જાણો

સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે વાયદા બજારમાં સોનાના ભાવમાં તેજી તો શરાફા બજારમાં સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો છે.  જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરી લો. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 274 રૂપિયા ગગડીને 71,325 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. કાલે 71,599 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 251 રૂપિયા તૂટીને 65,334 રૂપિયાની સપાટીએ પહોંચ્યું જે કાલે 65,585 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ આજે કડાકો જોવા મળ્યો છે. ચાંદી આદે 748 રૂપિયા ગગડીને 84,072 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી છે. જે કાલે 84,820 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) August 23, 2024

વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. સોનું 214 રૂપિયા ચડીને 71,408 રૂપિયા પર જોવા મળ્યું જે કાલે 71,194 પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 289 રૂપિયાની તેજી સાથે 84,025 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 83,736 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news