Gold Rate Today: તહેવાર ટાણે સોના-ચાંદીમાં ભારે ઉથલપાથલ, જાણો કોના ભાવ વધ્યા અને કોના ઘટી ગયા? 

Gold Rate Today: સોના અને ચાંદીમાં આજે મિક્સ પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. બુલિયન માર્કેટમાં જોરદાર એક્શન છે તો શરાફા બજારમાં સાામાન્ય મંદી જોવા મળી રહી છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

Gold Rate Today: તહેવાર ટાણે સોના-ચાંદીમાં ભારે ઉથલપાથલ, જાણો કોના ભાવ વધ્યા અને કોના ઘટી ગયા? 

સોના અને ચાંદીમાં આજે મિક્સ પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. બુલિયન માર્કેટમાં જોરદાર એક્શન છે તો શરાફા બજારમાં સાામાન્ય મંદી જોવા મળી રહી છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે આ પહેલા US FED ના નિર્ણયથી કોમેક્સ પર સોના અને ચાંદીમાં નરમાઈ જોવા મળી હતી

MCX પર ભાવ
MCX પરસોના અને ચાંદીના ભાવ ફરીથી વધ્યા છે. સોનાનો ભાવ 125 રૂપિયા વધ્યો છે. ડિસેમ્બર વાયદાનો  ભાવ 60910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે ચાંદીનો ભાવ પણ લગભગ 600 રૂપિયા મજબૂત થઈને 71885 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 27 રૂપિયા તૂટીને 60985 રૂપિયાના સ્તરે છે. 916 પ્યોરિટીવાળું સોનુ 25 રૂપિયા તૂટીને 55862 રૂપિયાના સ્તરે છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં વધારો જોવા મળ્યો છે. ચાંદી પ્રતિ કિલો 486 વધીને 71470 રૂપિયાના સ્તરે જોવા મળી છે. 

No description available.

કોમેક્સમાં ચમક્યું સોનું
ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં સોનાની કિંમત 1993 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. ચાંદીની કિંમત પણ કોમેક્સ પર 23.12 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી છે. આ પહેલા US ફેડની વ્યાજદરો પર Hawkish વલણથી કિંમતો પર દબાણ જોવા મળ્યું. કોમેક્સ પર સોનાનો ભાવ 1976 ડોલર સુધી ગગડી ગયો હતો. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news