Gold Rate Today: મારી નાખ્યા! સોનામાં અંધાધૂંધ તેજી, કિંમત જાણી આંખે અંધારા આવશે, જાણો કેમ વધી રહ્યા છે ભાવ

Gold-Silver Price Today: સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. જે સ્પીડથી સોનાના ભાવ વધી રહ્યા છે તેના કારણે ટેન્શન વધી ગયું છે. કારણ કે લગ્નગાળો ચાલુ છે. સોનામાં તેજી પાછળના કારણો ખાસ જાણો. 

Gold Rate Today: મારી નાખ્યા! સોનામાં અંધાધૂંધ તેજી, કિંમત જાણી આંખે અંધારા આવશે, જાણો કેમ વધી રહ્યા છે ભાવ

Gold-Silver Price 4 April 2024: સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. જે સ્પીડથી સોનાના ભાવ વધી રહ્યા છે તેના કારણે ટેન્શન વધી ગયું છે. કારણ કે લગ્નગાળો ચાલુ છે. જિયો પોલીટિકલ ટેન્શનના કારણે દુનિયાભરમાં સોનાની ડિમાન્ડ ઝડપથી વધી છે. આવામાં રોકાણકારોની પહેલી પસંદ સોનું બન્યું છે. અમેરિકામાં સેન્ટ્રલ બેંકે વ્યાજ દરો ઘટાડવાનો સંકેત આપ્યો. આ બંને મુદ્દાઓએ સોનાના ભાવને અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરે ધકેલી દીધા છે. 

MCX પર ભાવ
ભારતીય બજારમાં પહેલીવાર સોનું 70200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પાર પહોંચ્યું છે. MCX પર સવારે 10 ગ્રામ સોનાનો ભાવ 70,200 રૂપિયા જોવા મળ્યો.  ચાંદીનો ભાવ પણ પહેલીવાર 79660 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો. જેમાં લગભગ 600 રૂપિયાની મજબૂતાઈ છે. 

સોના-ચાંદીના ભાવ બેકાબૂ
જ્યારે શરાફા બજારમાં જોઈએ તો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 572 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને  ભાવ 69936 રૂપિયા પર  પહોંચી ગયો છે. જ્યારે 916 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 524 રૂપિયા વધીને 64061 રૂપિયાના સ્તરે જોવા મળ્યો. ચાંદીમાં 1469 રૂપિયા વધ્યા અને પ્રતિ કિલો હાલ ભાવ 79063 રૂપિયા જોવા મળી રહ્યો છે. 

For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc

— IBJA (@IBJA1919) April 4, 2024

ગ્લોબલ માર્કેટમાં પણ તૂટ્યો રેકોર્ડ
ઘરેલુ માર્કેટ ઉપરાંત ગ્લોબલ માર્કેટમાં પણ સોનાના ભાવ નવા રેકોર્ડ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે. કોમેક્સ પર સોનું 2320 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. સોનામાં આજે સતત 8માં દિવસે તેજી છે. ચાંદીનો ભાવ પણ 27 ડોલર પ્રતિ ઔંસ પાર ગયો છે. 

સોનામાં રેકોર્ડ તેજીના 5 કારણો...

1. સુરક્ષિત રોકાણ તરીકે માંગણીમાં વધારો
2. મિડલ ઈસ્ટમાં ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ
3. સીરિયામાં ઈરાનના દૂતાવાસ પર ઈઝરાયેલનો હુમલો
4. ઈરાને ઈઝરાયેલને બદલો લેવાની ધમકી આપી
5. જૂનમાં અમેરિકામાં સેન્ટ્રલ બેંકના વ્યાજ દર ઘટવાનો સંકેત

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news