ભાજપ આ 3 રાજ્યમાં ચૂંટણી જ નહીં લડે, અહીં જીતવાનું ભાજપનું ગજું જ નથી!
Loksabha Election 2024: ભાજપ લોકસભામાં પોતાની બેઠકોની સંખ્યા વધારવા માટે મહત્તમ બેઠક પર ચૂંટણી લડી રહ્યો છે ત્યારે મેઘાલયમાં એક પણ ઉમેદવાર ઉભો નહીં રાખવાના ભાજપના નિર્ણયે આશ્ચર્ય સર્જ્યું છે. ભાજપે એનડીએના ગઠબંધનના ભાગરૂપે આ રાજ્યમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.
Trending Photos
Loksabha Election 2024: દેશમાં ભાજપ 400 પ્લસના મિશન સાથે લોકસભાની ચૂંટણી લડી રહી છે. ભાજપ લોકસભામાં હેટ્રીક ફટકારવા માગે છે. ભાજપે આ ટાર્ગેટને પાર કરવા માટે હિન્દી બેલ્ટ સિવાય દક્ષિણ ભારત પર ખાસ ફોક્સ કર્યું છે. પૂર્વમાં ધીમેધીમે ભાજપ મજબૂત થઈ રહ્યું છે. મોદી અને અમિત શાહ વારાફરતી સાઉથ અને ઉત્તર ભારતમાં પ્રચાર કરી રહ્યાં છે. આમ છતાં દેશમાં એક એવું પણ રાજ્ય છે જ્યાં ભાજપ ચૂંટણી જ લડવાનું નથી. તમને જાણીને નવાઈ લાગશે પણ આ હકિકત છે. ભારતીય જનતા પાર્ટી મણિપુર, મેઘાલય અને નાગાલેન્ડમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો ઉભા નહીં કરે. ભાજપે નિર્ણય કર્યો છે કે તે આ રાજ્યોના પ્રાદેશિક પક્ષોને સમર્થન આપશે. આ ત્રણ રાજ્યોમાં 5 સીટો પર 19 એપ્રિલે મતદાન થશે.
અહીં નથી લડવાનું ભાજપ ચૂંટણીઃ
ભાજપ લોકસભામાં પોતાની બેઠકોની સંખ્યા વધારવા માટે મહત્તમ બેઠક પર ચૂંટણી લડી રહ્યો છે ત્યારે મેઘાલયમાં એક પણ ઉમેદવાર ઉભો નહીં રાખવાના ભાજપના નિર્ણયે આશ્ચર્ય સર્જ્યું છે. ભાજપે એનડીએના ગઠબંધનના ભાગરૂપે આ રાજ્યમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. મેઘાલયમાં લોકસભાની બે બેઠકો છે. ભાજપે પોતાના સાથી કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી માટે બંને બેઠકો છોડી દીધી છે. મેઘાલયમાં સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ને પ્રોત્સાહન આપવા માટે, ભાજપે લોકસભા ચૂંટણી માટે શિલોંગ અને તુરા બંને બેઠકો પર NPP ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મેઘાલયમાં બે અને મણિપુરની એક સીટ પર ચૂંટણી લડી હતી, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. મણિપુર મતવિસ્તારના બહારના ક્ષેત્રમાં NPF અને નાગલેન્ડમાં NDPP ને આગામી 2024માંની લોકસભા ચૂંટણીમાં સમર્થન આપશે."
લડીશું તો હારીશું એવી કોણે ઉતારી હાઈકમાન્ડના ગળે વાત?
કેબિનેટ મંત્રી એએલ હેક સહિત મેઘાલયની શિલોંગ અને તુરા બંને બેઠકો પરથી ચૂંટણી લડવા માટે કુલ છ ઉમેદવારોએ ટિકિટ માટે અરજી કરી છે. ભાજપે પણ લક્ષદ્વીપમાં અજીત જૂથના ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં 400નો ટાર્ગેટ પ્લસ કરવા માગે છે. એનડીએમાં ભાજપે નવી પાર્ટીઓને પણ સામેલ કરી છે. ભાજપના સ્થાનિક નેતા એક બેઠક પર સંગમાની પાર્ટી અને એક બેઠક પર ભાજપ લડે એવું ઈચ્છતા હતા પણ ભાજપ લડશે તો સામેથી આ બેઠક કોંગ્રેસ પાસે જતી રહેશે એ વાત ભાજપ હાઈકમાન્ડના ગળે ઉતારવામાં સંગમા સફળ થયા છે.
૨૦૧૯માં મેઘાલયની શિલોંગ બેઠક પરથી કોંગ્રેસના વિન્સેટ પાલા જીત્યા હતા જ્યારે તુરા બેઠક સંગમાની બહેન અગાથા સંગમાએ જીતી હતી. વિન્સેટ પાલા છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટણી જીતે છે. તેમને હરાવવાનું ભાજપનું ગજું નથી એ વાત ભાજપના નેતા પણ સ્વીકારે છે. જેથી ભાજપે આ ચૂંટણીમાં વિન્સેટ પાલા સામે પોતાનો ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય લઈને આ બેઠક કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટીને સોંપી દીધી છે. આમ બંને બેઠકો પર ભાજપ સાથી પક્ષને મદદ કરશે પણ પોતે ચૂંટણી લડશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે