21 જૂને GST કાઉન્સિલની બેઠક, ટેક્સ ચોરી કરનારાઓ થશે પ્રહાર
Trending Photos
નવી દિલ્હી; જીએસટી કાઉન્સિલની 21 જૂને પ્રસ્તાવિક બેઠક છે. આ બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 50 કરોડથી વધુના B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) ટ્રાંજેક્શન પર ઇ-બિલને ફરજિયાત કરવામાં આવી શકે છે. સરકારને આશા છે કે B2B ટ્રાંજેક્શન પર ઇ બિલને અનિવાર્ય કરવાથી ટેક્સ ચોરીમાં મોટી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપરાંત આ બેઠકમાં એકસ્ટ્રા ન્યૂટ્રલ આલ્કોહોલને પણ જીએસટીના દાયરામાં 18 ટકા ટેક્સ સ્લેબમાં લાવવા અંગે નિર્ણય થઇ શકે છે.
એજન્ડાને અંતિમ રૂપ આપવા પર ચાલી રહ્યું છે કામ
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 'જીએસટી પરિષદના એજન્ડાને અંતિમ રૂપ આપવાનું કામ ચાલી રહ્યું છે. કારોબારની થ્રેસહોલ્ડ વધારવા અને બિનલાભકારી સંસ્થાના કાર્યકાળને વધારવા પર નિશ્વિતપણે ચર્ચા થશે.' જીએસટી પરિષદની આગામી બેઠક ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે મોદી સરકારના ગત મહિને સત્તામાં પરત ફર્યા બાદ પરિષદની આ બેઠક હશે. મોદી સરકાર બીજીવાર પણ ભારે બહુમતથી સત્તામાં પરત ફરી છે. પરિષદની બેઠકમાં સુસ્ત પડેલી અર્થવ્યવથા અને મે મહિનામાં આશા કરતાં ઓછા કરતાં જીએસટી સંગ્રહ પર પણ ચર્ચા થશે.
પહેલીવાર બેઠકની અધક્ષતા કરશે નિર્મલા સીતરમણ
કેંદ્વીય નાણામંત્રી નિર્મલા સીતરમણ પહેલીવાર આ બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં બધા રાજ્યોના નાણામંત્રી સામેલ હશે. બી 2 બી વેચાણ માટે ઇ-ચલણ જનરેટ કરવા માટે બિઝનેસ સીમાને નક્કી કરવાનો પ્રસ્તાવ ટેક્સ ચોરી અંકુશ લગાવવા પર છે. સત્તાવાર વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે જીએસટી ચૂકવણી કરનાર 50 કરોડ રૂપિયા અથવા વધુનો વાર્ષિક બિઝનેસ લગભગ 30 ટકા બી2બી ચલણ બનાવે છે, જ્યારે ટેક્સપેયર્સમાં તેમની સંખ્યા ફક્ત 1.02 ટકા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે