HDFC બેન્કે લૉન્ચ કરી ‘ફેસ્ટિવ ટ્રીટ્સ’ ધમાકા, મળશે અદભૂત ઓફર્સ અને ડિસ્કાઉન્ટ
આઇફોન 11 ઓનલાઇન ખરીદનારા એચડીએફસી બેંકના ગ્રાહકો 10X રીવૉર્ડ પોઇન્ટ્સ પ્રાપ્ત કરી શકે છે અથવા તો, એચડીએફસી બેંક ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ મારફતે ઑફલાઇન સ્ટોરમાંથી આઇફોન 11ની ખરીદી કરવા પર રૂ. 7000 સુધીનું કૅશબૅક મેળવી શકે છે.
Trending Photos
મુંબઇ: એચડીએફસી બેંકએ આજે ભારતની સૌથી મોટી ફાઇનાન્શિયલ સર્વિસિઝ ધમાકા ‘ફેસ્ટિવ ટ્રીટ્સ’ને લૉન્ચ કરી હતી. ગ્રાહકો લૉનથી માંડીને બેંક ખાતા જેવા તમામ બેંકિંગ ઉત્પાદનો પર વિશેષ ઑફરો તેમજ 1000થી વધુ બ્રાન્ડ્સ પર મોટું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરશે. પ્રથમ વખત લૉનની પ્રોસેસિંગ ફી પર ડિસ્કાઉન્ટ, ઘટાડેલા ઇએમઆઈ, ગિફ્ટ વાઉચર્સ અને બીજા ઘણાં લાભોની સાથે રીટેઇલ વપરાશકર્તાઓ તેમજ વ્યાવસાયિક ગ્રાહકો માટે નાણાકીય ઉપાયોના સમગ્ર સ્પેક્ટ્રમ પર વિશેષ ફેસ્ટિવ ઑફર્સ ઉપલબ્ધ થશે.
અન્ય ઇન્ડસ્ટ્રીઓમાં સૌપ્રથમ વખત બેંકએ સ્ટોરમાં અને ઓનલાઇન થતી ખરીદીઓ પર ડિસ્કાઉન્ટ્સ, કૅશબૅક અને એક્સ્ટ્રા રીવૉર્ડ પોઇન્ટ્સ પૂરાં પાડવા માટે 1000થી વધુ રીટેઇલ બ્રાન્ડ્સ સાથે જોડાણ સાધ્યું છે. રિલાયન્સ ડિજિટલ, સેમસંગ, એલજી, એપ્પલ, યાત્રા, ઓયો, લાઇફસ્ટાઇલ, મિંત્રા, વિજય સેલ્સ, હમલીઝ, એચપી, બિગ બાસ્કેટ એ કેટલીક એવી અગ્રણી રીટેઇલ અને કન્ઝ્યુમર બ્રાન્ડ્સ છે, જે વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પર 10% સુધીની છુટ આપશે.
એચડીએફસી બેંકની બ્રાન્ચ બેંકિંગના કન્ટ્રી હેડ અરવિંદ વોરાના હસ્તે મુંબઈ ખાતે આ સંબંધિત રાષ્ટ્રીય અભિયાનને લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ અભિયાનના વ્યાપને જોતા તેને અમદાવાદ, ચંડીગઢ, હૈદરાબાદ, જયપુર અને લખનઉ સહિત દેશના 10 અલગ-અલગ સ્થળોએ એક સાથે લૉન્ચ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં એચડીએફસી બેંકના બ્રાન્ચ બેંકિંગના હેડ દેબાશિસ સેનાપતિ દ્વારા આ અભિયાનને લૉન્ચ કરવામાં આવ્યું હતું.
આ એક મહિનો ચાલનારા અભિયાન દરમિયાન બેંક પાસે દરેક ભારતીય માટે એક ઑફર હશે. આ ફેસ્ટિવ ટ્રીટ લૉન મેળવવા માંગતા નાના વ્યાવસાયિકથી માંડીને નવું ટેલિવિઝન ખરીદવા માંગતા પરિવાર સુધી સૌ કોઈના સપનાને સાકાર કરશે. મોટી બ્રાન્ડ્સ પર રાષ્ટ્રીય સ્તરની ઑફરો, તો નજીકમાં આવેલ દુકાનોમાંથી હાઇપરલૉકલ ઑફરો પૂરી પાડવામાં આવશે. ગ્રાહકો શાખાઓ ઉપરાંત વેબસાઇટ, પેઝેપ અને સ્માર્ટબાય જેવા ડિજિટલ પ્લેટફૉર્મ પરથી પણ આ ઑફરોનો લાભ ઉઠાવી શકશે.
જાણો કેવી છે ઓફર્સ અને આકર્ષક લાભ
- સ્માર્ટબાય પ્લેટફૉર્મનો ઉપયોગ કરીને આઇફોન 11 ઓનલાઇન ખરીદનારા એચડીએફસી બેંકના ગ્રાહકો 10X રીવૉર્ડ પોઇન્ટ્સ પ્રાપ્ત કરી શકે છે અથવા તો, એચડીએફસી બેંક ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ મારફતે ઑફલાઇન સ્ટોરમાંથી આઇફોન 11ની ખરીદી કરવા પર રૂ. 7000 સુધીનું કૅશબૅક મેળવી શકે છે.
- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ખરીદવા માટે એચડીએફસી બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ખરીદદાર આકર્ષક કૅશ-બૅક્સ મેળવી શકે છે અને ટોચની બ્રાન્ડ્સ પરની તેમની ખરીદીઓને નો એક્સ્ટ્રા કોસ્ટ ઇએમઆઈમાં રૂપાંતરિત કરી શકે છે.
- એચડીએફસી બેંક નાના વ્યાવસાયિક ઉદ્યમોને વ્યાવસાયિક લૉનની પ્રોસેસિંગ ફીમાં 50%ની છુટ આપી રહી છે. તેનાથી રૂ. 50 લાખથી વધુની વ્યાવસાયિક લૉન પર લગભગ 45,000 રૂપિયાની પ્રોસેસિંગ ફીની બચત થશે.
- ફેસ્ટીવ ટ્રીટ્સ અભિયાન દરમિયાન એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ્સ અને ડેબિટ કાર્ડ્સનો ઉપયોગ કરનારા ગ્રાહકોને લકી ડ્રૉમાં પ્રવેશ આપવામાં આવશે અને દર કલાકે તેમને આઇફોન 11 જીતવાનો મોકો મળશે. એક ભાગ્યાશાળી વિજેતા બમ્પર પ્રાઇઝ તરીકે મર્સિડીઝ કાર જીતી શકશે.
એચડીએફસી બેંકના કન્ટ્રી હેડ-બ્રાન્ચ બેંકિંગ અરવિંદ વોરાએ જણાવ્યું હતું કે, ‘એક લાઇફસ્ટાઇલ બેંક તરીકે અમારો પ્રયાસ અમારા ગ્રાહકોના દૈનિક જીવનના અભિન્ન અંગ બની જવાનો છે. ફેસ્ટીવ ટ્રીટ્સ 1000થી વધુ બ્રાન્ડ્સ પર અગાઉ ક્યારેય ન જોઈ હોય તેવી ઑફરોની શ્રેણી લઇને આવ્યું છે. ગ્રાહકોએ હવે પછી તહેવારોની સીઝનમાં શ્રેષ્ઠ ડીલની શોધમાં નીકળવું નહીં પડે, અમારી પાસે આવી બધી જ શ્રેષ્ઠ ડીલ એક જ સ્થળે ઉપલબ્ધ છે. મુંબઈમાં વસતા એક રીટેઇલ ગ્રાહકથી માંડીને મુરાદાબાદના નાના વ્યાવસાયિક સુધી દરેક વ્યક્તિ માટે એક ઑફર ઉપલબ્ધ છે. ગ્રાહકો માટે અમારી શાખાઓ ફાઇનાન્શિયલ સુપરમાર્કેટમાં પરિવર્તિત થઈ જશે અને અમારા તમામ ડિજિટલ પ્લેટફૉર્મ દ્વારા તેને સમર્થન પૂરું પાડવામાં આવશે. અમને વિશ્વાસ છે કે, અમે ફેસ્ટીવ ટ્રીટ્સ મારફતે અમારા ગ્રાહકોની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરી શકીશું.’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે