એચડીએફસી બેંકની આ પહેલ ગામડાંના અનેક લોકોના જીવનમાં લાવી પરિવર્તન

એચડીએફસી બેંકની તમામ સામાજિક પહેલની મુખ્ય બ્રાન્ડ #Parivartan મારફતે બેંક સ્થિર સામાજિક પરિવર્તન લાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

એચડીએફસી બેંકની આ પહેલ ગામડાંના અનેક લોકોના જીવનમાં લાવી પરિવર્તન

મુંબઈ: ઝારખંડના રામગઢ જિલ્લામાં જંગલના સીમાવર્તી વિસ્તારમાં આવેલ કાચુદાગ નામનું નાનકડું ગામ આજે એચડીએફબીસ બેંકની #Parivartan નામની પ્રમુખ પહેલ હોલિસ્ટિક રુરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (#HRDP) હેઠળ પરિવર્તિત થનારું 1100મું ગામ બની ગયું છે. એચડીએફસી બેંકની તમામ સામાજિક પહેલની મુખ્ય બ્રાન્ડ #Parivartan મારફતે બેંક સ્થિર સામાજિક પરિવર્તન લાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

એચઆરડીપી મારફતે સુદૂરના વિસ્તારમાં સ્થિત આ નાનકડાં ગામડાંના 63 કુટુંબો કે જેઓ તેમની આજીવિકા માટે કૃષિ પર નિર્ભર છે, તેઓ હવે રૂ. 8,000 – 10,000ની વધારાની આવક રળી શકે છે. એચઆરડીપીએ ભારતના 16 રાજ્યમાં 14 લાખ લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે.

એચડીએફસી 5 મહત્ત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી ગ્રામ્યજીવનને વધુ સારું બનાવવાનો ઇરાદો ધરાવે છેઃ
1) શિક્ષણ
2) કૌશલ્ય તાલીમ અને આજીવિકામાં વધારો
3) કુદરતી સંસાધનોનું વ્યવસ્થાપન
4) પાણી અને સ્વચ્છતા
5) આર્થિક સાક્ષરતા અન સમાવેશન

આ વિશિષ્ટ કાર્યક્રમ હેઠળ ગામડાંની વિકાસ સંબંધિત જરૂરિયાતોને સમજવા માટે તેનું સંપૂર્ણ મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે. સ્થિર અન અસરકારક રીતે આ જરૂરિયાતોને સંતોષવા માટે બેંક એનજીઓ અને સ્થાનિક સમુદાયો સાથેની સહભાગીદારીમાં લાંબાગાળાના ઉકેલોને ઘડી કાઢે છે. એચઆરડીપીના લાભાર્થીઓમાં ખેડૂતો, યુવાનો, જમીન વિહોણા શ્રમિકો, બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.

એચડીએફસી બેંકની સીએસઆરના ગ્રૂપ હેડ સુશ્રી આસિમા ભટ્ટ આ અંગે જણાવે છે કે, ‘#Parivartanની સિદ્ધીઓ અંગે સાંભળીને ખરેખર સંતુષ્ટી થાય છે. એચડીએફસી બેંક ખાતે અમે માનીએ છીએ કે, ભારતે જો સમાવેશી વિકાસ સાધવો હશે તો, આપણા ગામડાંઓનો સાકલ્યવાદી વિકાસ કરવો ખૂબ જ મહત્ત્વી બાબત બની જાય છે. એચઆરડીપી મારફતે દેશના સુદૂરના વિસ્તારોમાં આવેલા વસવાટોમાં સ્થિર સમુદાયોનું નિર્માણ કરી અમે આજ હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.’

એચડીએફસી બેંકએ 31 માર્ચ, 2019ના રોજ પૂર્ણ થયેલા વર્ષમાં કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી પાછળ રૂ. 443.77 કરોડ ખર્ચ્યા હતાં અને સતત ત્રીજા વર્ષે 2 ટકાના અનિવાર્ય ખર્ચના લક્ષ્યાંકનો હાંસલ કરી લીધો હતો. અમારી બેંક દેશમાં સીએસઆર પાછળ નાણાં ખર્ચનારી અગ્રણી બેંકો પૈકીની એક છે અને તેની સામાજિક પહેલ મારફતે તેણે 5 કરોડ ભારતીયો અથવા તો ભારતની કુલ વસતીના લગભગ 4 ટકા લોકોના જીવનમાં ખૂબ મોટો તફાવત સર્જ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news