HDFC Bank આગામી બે વર્ષમાં 2 લાખ ગામડાં સુધી પહોંચશે, 2500 લોકોની કરશે નિમણૂંક

હાલમાં બેંકીંગ (Banking) ની સુવિધા નહીં ધરાવતા અને ઓછી સુવિધા ધરાવતા ભૌગોલિક વિસ્તારોમાં પ્રિ અને પોસ્ટ હાર્વેસ્ટ પાક ધિરાણો, ટુ વ્હિલર અને વાહન ધિરાણ, સોનાના ઘરેણા સામે ધિરાણ તથા અન્ય ધિરાણ સુવિધાઓ પૂરી પાડે છે.

HDFC Bank આગામી બે વર્ષમાં 2 લાખ ગામડાં સુધી પહોંચશે, 2500 લોકોની કરશે નિમણૂંક

મુંબઈ: એચડીએફસી બેંક (HDFC Bank) આગામી 18 થી 24 મહિનામાં તેનો ગ્રામ્ય સંપર્ક વધારીને 2 લાખ ગામડાં સુધી પહોંચવાની નેમ ધરાવે છે. બેંક તેની શાખાઓનું નેટવર્ક, બિઝનેસ કોરસપોન્ડન્ટસ, બિઝનેસ ફેસિલીટેટર્સ, સીએસસી પાર્ટનર્સ, વર્ચ્યુઅલ રિલેશનશીપ મેનેજમેન્ટ અને ડીજીટલ આઉટરીચ પ્લેટફોર્મ્સ મારફતે આ સંપર્ક વધારવાનું આયોજન ધરાવે છે. આ આયોજનથી બેંક દેશના અંદાજે એક તૃતિયાંશ ગામડાં સુધી પહોંચશે.

એચડીએફસી બેંક (HDFC Bank) હાલમાં એમએસએમઈ (MSME) ક્ષેત્રને તેની પ્રોડક્ટસ અને સર્વિસીસ 550થી વધુ જીલ્લાઓમાં પહોંચાડી રહી છે. આર્થિક વિકાસ તથા રોજગાર નિર્માણમાં મહત્વના એન્જીન તરીકે ઓળખાતા એમએસએમઈ ક્ષેત્રે બેંકીંગ સર્વિસીસ વિસ્તારવામાં તે અગ્રેસર રહી છે. તેની રૂરલ બેંકીંગ સર્વિસીસ ભારતના 1 લાખ ગામડાં સુધી પહોંચે છે. આ સંખ્યા બમણી કરીને તે 2 લાખ ગામડાં સુધી પહોંચવા માંગે છે. આ આ યોજનના ભાગરૂપે કંપની આગામી 6 માસમાં 2500 લોકોની નિમણુંક કરવાનું આયોજન ધરાવે છે.

બેંકની ગ્રામ્ય વિસ્તરણ વ્યૂહરચના અંગે પ્રતિભાવ આપતાં એચડીએફસી બેંક (HDFC Bank) ના ગ્રુપ હેડ- કોમર્શિયલ અને રૂરલ બેંકીંગ, રાહુલ શુકલાએ જણાવ્યું હતું કે "ધિરાણના વિસ્તરણ બાબતે ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારોને પૂરતી સર્વિસ મળી શકતી નથી. આ સમુદાય, ભારતીય બેંકીંગ સિસ્ટમ માટે વૃધ્ધિની લાંબાગાળાની સંભાવનાઓ ધરાવે છે. એચડીએફસી બેંક (HDFC Bank) ધિરાણનો વ્યાપ વિસ્તારવા માટે અને રાષ્ટ્રને સર્વિસીસ પૂરી પાડવા માટે કટિબધ્ધતા ધરાવે છે. આગળ જતાં અમે દરેક પીનકોડ નંબર સુધી પહોચવાનુ સપનુ ધરાવીએ છીએ.

પોતાની સર્વિસ પૂરી પાડવાની સાથે સાથે બેંક પરંપરાગત પ્રોડક્ટસ અને નવી સર્વિસીસ પણ પૂરી પાડશે. હાલમાં બેંકીંગ (Banking) ની સુવિધા નહીં ધરાવતા અને ઓછી સુવિધા ધરાવતા ભૌગોલિક વિસ્તારોમાં પ્રિ અને પોસ્ટ હાર્વેસ્ટ પાક ધિરાણો, ટુ વ્હિલર અને વાહન ધિરાણ, સોનાના ઘરેણા સામે ધિરાણ તથા અન્ય ધિરાણ સુવિધાઓ પૂરી પાડે છે. ભારત (India) માં ઝડપથી બદલાઈ રહેલી ગ્રામ્ય વ્યવસ્થાના સંદર્ભમાં બેંક તેની ઓફરો રજૂ કરશે.

રાહુલ શુકલાએ વધુમાં જણાવ્યું હતું કે "ભારત સરકાર વિવિધ યોજનાઓ મારફતે ગ્રામ્ય અર્થકારણમાં પરિવર્તન લાવી રહી છે. અમે બેંકીંગ અને ફાયનાન્સિયલ સર્વિસીસ ક્ષેત્રે જવાબદાર અગ્રણી તરીકે  સમાજના તમામ વર્ગોને ઉપલબ્ધ બને તે રીતે ઉત્તમ બેંકીંગ પ્રોડક્ટસ અને સર્વિસીસ પૂરી પાડીને આ દિશામાં આગળ વધવામાં માનીએ છીએ. અમારા ડીજીટલ ઈનિશ્યેટિવ્ઝ ભારતના દૂર દૂરના ગામડાં સુધી અમારી સર્વિસીસનો વ્યાપ વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવશે અને ભારતની પ્રગતિ છતાં નાણાંકિય સર્વિસીસથી વંચિત રહ્યા છે તેવા લોકો સુધી ધિરાણ વિસ્તારવામાં સહાયક બનશે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news