Budget 2020 રજૂ થતા પહેલા જ શેરબજારમાં મોટો કડાકો

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં બજેટ 2020 રજૂ કરે તે અગાઉ જ શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું. સવારે 9.17 વાગે સેન્સેક્સ 208.29 અંકોના ઘટાડા સાથે 40,524.43 અંક પર હતું. જ્યારે તે વખતે નિફ્ટી 127.80 અંકોના ઘટાડા સાથે 11,908.00 પર હતો.

Budget 2020 રજૂ થતા પહેલા જ શેરબજારમાં મોટો કડાકો

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં બજેટ 2020 રજૂ કરે તે અગાઉ જ શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું. સવારે 9.17 વાગે સેન્સેક્સ 208.29 અંકોના ઘટાડા સાથે 40,524.43 અંક પર હતું. જ્યારે તે વખતે નિફ્ટી 127.80 અંકોના ઘટાડા સાથે 11,908.00 પર હતો. હકીકતમાં આજે શનિવાર હોવા છતાં શેરબજાર બજેટ રજુ થઈ રહ્યું હોવાના કારણે ખુલ્લું છે. 

બજેટવાળા દિવસે સેન્સેક્સમાં કડાકાનો ટ્રેન્ડ
છેલ્લા દસ વર્ષમાં જોવા મળ્યું છે કે બજેટ રજુ થવાના દિવસે સેન્સેક્સમાં હલચલ રહે છે. બજેટ રજુ કરવા દરમિયાન પાંચવાર એવું બન્યું છે કે જ્યારે ઈક્વિટી બેન્ચમાર્ક એક ટકાની લીડ લઈને બંધ થયો હોય. પરંતુ ત્રણ અવસરે બજારમાં ઘટાડો નોંધાયો છે. કુલ મળીને બજેટ રજુ થયા બાદ અઠવાડિયા સુધી માર્કેટ સુસ્ત રહે છે. 

જુઓ LIVE TV

અઠવાડિયા બાદ માર્કેટ ચઢે છે
વિશેષજ્ઞોનું કહેવું છે કે બજેટ રજુ થતી વખતે સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત ઘટાડો નોંધાય છે. જો કે અઠવાડિયામા તે રિકવર થઈને ફરીથી સામાન્ય થઈ જાય છે. 

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં નાણાકીય બજેટ રજુ થયા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. બધુ મળીને શરૂઆતી ભાષણથી બજારમાં મોટી હલચલ જોવા મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news