Hindenburg Report: હિંડનબર્ગના રિપોર્ટની અદાણી ગ્રુપના શેરો પર આજે શું જોવા મળી અસર? ખાસ જાણો

અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ તરફથી એવો દાવો કરવામાં આવ્યો કે સેબી ચીફ માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની બર્મૂડા અને મોરેશિયસમાં સ્થિત ઓફશોર ફંડ્સમાં ભાગીદારી છે.આ આરોપો બાદ અદાણી ગ્રુપના શેરો પર તેની શું અસર જોવા મળી તે પણ ખાસ જાણો. 

Hindenburg Report: હિંડનબર્ગના રિપોર્ટની અદાણી ગ્રુપના શેરો પર આજે શું જોવા મળી અસર? ખાસ જાણો

અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ તરફથી એવો દાવો કરવામાં આવ્યો કે સેબી ચીફ માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની બર્મૂડા અને મોરેશિયસમાં સ્થિત ઓફશોર ફંડ્સમાં ભાગીદારી છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો કે આ ફંડ્સનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ અદાણી ગ્રુપમાં મહત્વના શેર ખરીદવામાં અને વેપાર કરવા માટે કર્યો હતો. આ આરોપો બાદ અદાણી ગ્રુપના શેરોમાં 7 ટકા સુધીનો કડાકો જોવા મળ્યો. સોમવારે સવારે શેર બજાર ઘટાડા સાથે  ખુલ્યું પરંતુ  બાદમાં રિકવરી પણ જોવા મળી. 

ઘટાડા સાથે ખુલ્યું બજાર, પછી રિકવરીનો માહોલ
સૌથી પહેલા બીએસઈ સેન્સેક્સની વાત કરીએ તો બીએસઈનો આ ઈન્ડેક્સ શુક્રવારે  79,705.91 પોઈન્ટ પર ક્લોઝ થયો હતો. સોમવારે ઘટાડા સાથે 79,330.12 ના લેવલથી શરૂઆત કરી. એવી આશા વ્યક્ત  કરાઈ હતી કે ગત શનિવારે બહાર પડેલા અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગના રિપોર્ટની અસર સેન્સેક્સ અને નિફ્ટી પર જોવા મળશે. શરૂઆતમાં તે જોવા પણ મળી. પરંતુ વધુ સમય સુધી આ અસર રહી નહીં. સવારે લગભગ 11 વાગ્યે સેન્સેક્સ શરૂઆતી કડાકા બાદ રિકવરી કરી ગયું અને ચડીને 79,735 અંક પર પહોંચી ગયું. એ જ રીતે નિફ્ટી સૂચકાંક પણ 24,360 અંક સુધી પહોંચી ગયું. સેન્સેક્સે એકવાર તો 80,000નો આંકડો પણ પાર કર્યો હતો અને ટ્રેડિંગ દરમિયાન 80,106.18 ના સ્તરે પણ પહોંચ્યો હતો. આ લખાય છે ત્યારે બપોરે 12.55 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 237.59 પોઈન્ટના વધારા સાથે 79943.50ના સ્તરે અને નિફ્ટી 60 પોઈન્ટના વધારા સાથે 24424.50 પોઈન્ટના સ્તરે જોવા મળી રહ્યા છે. 

અદાણીના શેર શરૂઆતમાં ગગડ્યા
જો કે આ દરમિયાન અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં ઘટાડો જોવા મળ્યો. ઘટાડાનું કારણ હિંડનબર્ગના રિપોર્ટથી બજારમાં આવેલી હલચલ અને વેચાવલી બંનેને માનવામાં આવી રહ્યું છે. અદાણી ગ્રુપના કયા શેર કેટલા નીચે ગયા તે પણ જોઈ લઈએ. 

અદાણી ગ્રીનમાં મોટો કડાકો
અદાણી એન્ટરપ્રાઈઝના શેર આજે કારોબારી સત્રમાં 3013 રૂપિયા સુધી પહોંચ્યો. આ અગાઉ તે શુક્રવારે 3186 અંક પર બંધ થયો હતો. અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનનો શેર 1480 રૂપિયા પર ખુલીને કારોબારી સત્ર દરમિાયન 1457 રૂપિયા સુધી તૂટ્યો. અદાણી ગ્રીન એનર્જીનો શેર 656.05 રૂપિયા પર ખુલ્યો પરંતુ બાદમાં તેમાં રિકવરી જોવા મળી. અદાણી ગ્રીન એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ 190 રૂપિયાના ઘટાડા સાથે 915.70 રૂપિયા પર ખુલ્યો અને પછી ચડીને 1060 રૂપિયા પર જોવા મળ્યો. એ જ રીતે અદાણી વિલ્મોરના શેર 370 રૂપિયા પર ખુલ્યા. 

અદાણી પાવર 5 ટકા તૂટ્યો
આ ઉપરાંત અદાણી પાવરનો શેર લગભગ 5 ટકા તૂટીને 660 રૂપિયા પર ખુલ્યો અને પછી તે 619 રૂપિયા સુધી તૂટ્યો. જો કે બાદમાં ચડીને તે 674 રૂપિયાના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો. અદાણી ટોટલ ગેસનો શેર 753 રૂપિયા સુધી તૂટીને પાછો 828 પર ટ્રેડ થતો જોવા મળ્યો. અંબુજા સિમેન્ટનો શેર 616 રૂપિયા પર ખુલ્યો અને પછી લીલા નિશાનમાં ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. એસીસી લિમિટેડના શેર 2311 રૂપિયા પર ખુલ્યા અને તૂટીને 2293.80 રૂપિયા પર આવી ગયા. 186.15 રૂપિયા પર ખુલનારો એનડીટીવીનો શેર પણ બાદમાં રિકવરી કરતો જોવા મળ્યો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news