ઘર ખરીદનારાઓ માટે ફાયદાના સમાચાર, આ રીતે બચાવી શકો છો લાખો રૂપિયા

ઘર ખરીદનારાઓ માટે ફાયદાના સમાચાર, આ રીતે બચાવી શકો છો લાખો રૂપિયા

જો તમે રેડી ટૂ મૂવઇન (Ready to Move-in) ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. રેડી ટૂ મૂવઇન ઘર પર બિલ્ડર તમારા પાસે ટેક્સના નામે વધુ પૈસા વસૂલી શકે છે. આ ટેક્સ બીજો કોઇ નહી પરંતુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) છે. ખાસ વાત એ છે કે પ્રોપર્ટી પર GST ત્યારે લાગે છે જ્યારે બિલ્ડરે ગ્રુપ હાઉસિંગના બાંધકામ કાર્યનું સમાપન પ્રમાણપત્ર (Completion Certificate) ન લીધું હોય. આ સર્ટિફિકેટને મેળવવાની માટેની શરતો ખૂબ ટફ છે.

સક્ષમ અધિકારી તેને ત્યારે ઇશ્યૂ કરે છે જ્યારે બિલ્ડરે બધી શરતો પૂરી કરી હોય. એટલા માટે જરૂરી છે એવી પ્રોપર્ટી જ ખરીદો જેનું કમ્પ્લીશન સર્ટિફિકેટ ઇશ્યૂ થઇ ચૂક્યું હોય. તેનાથી તમારા લાખો રૂપિયા બચશે, સાથે જ યોગ્ય પ્રોપર્ટીની પસંદગી કરો. ઉદાહરણ તરીકે જો તમે 40 અથવા 50 લાખના બજેટની પ્રોપર્ટી ખરીદો છો અને તેને ટાઉનશિપને બાંધકામ કાર્યનું સમાપન પ્રમાણપત્ર (Completion Certificate) નથી મળ્યું તો તેનાથી તમારી પ્રોપર્ટીની કિંમત સાથે 12% જીએસટી ભરવો પડશે. 

ક્યારે મળે છે કમ્પ્લીશન સર્ટિફિકેટ
બિલ્ડર જ્યારે પ્રોજેક્ટ પુરો કરી લે છે તો તે સ્થાનિક ઓથોરિટી પાસે આ સર્ટિફિકેટ માટે એપ્લાઇ કરે છે. સક્ષમ અધિકારી સાઇટનું ઇંસ્પેક્શન કર્યા બાદ નિર્માણની ગુણવત્તાથી સંતુષ્ટ થતાં જ સર્ટિફિકેટ ઇશ્યૂ કરે છે. તેમાં બિલ્ડિંગ પ્લાન ને જરૂરી માપદંડોનું પાલન અનિવાર્ય છે. આ સર્ટિફિકેટના માપદંડો છે કે સોસાયટીમાં પીવાના પાણીની વ્યવસ્થા, વિજળી અને ડ્રેનેજ સિસ્ટમ જેવી મૂળભૂત સુવિધાઓ છે. બિલ્ડર ત્યાં સુધી તેને પજેશન ન આપી શકે જ્યાં સુધી તેનું બાંધકામ કાર્યનું સમાપન પ્રમાણપત્ર (Completion Certificate) ન મળી જાય.

કેટલો લાગે છે જીએસટી
ચાર્ટર્ડ એકાઉંટેંટ (CA) અરવિંદ દુબેના અનુસાર રિયલ એસ્ટેટમાં જીએસટી તે ભવનો અથવા ફ્લેટો પર લાગે છે જે નિર્માણધીન છે અને ગ્રાહકોને તે યોજના અથવા ગ્રુપ હાઉસિંગમાં સંપત્તિનું બુકિંગ કરાવ્યું છે. તેમાં બિલ્ડર ગ્રાહક પાસેથી નિર્માણ દરમિયાન તબક્કાવાર રીતે કુલ 12% જીએસટી વસૂલે છે. સાથે જ એવી ટાઉનશિપ જે સંપૂર્ણપણે પુરી થઇ ગઇ છે તેને બાંધકામ કાર્યનું સમાપન પ્રમાણપત્ર (Completion Certificate) નથી મળ્યું, અહીં પણ જીએસટીના દાયરામાં આવે છે. 

ક્યાં નથી લાગતો જીએસટી
CA અરવિંદ દુબેએ જણાવ્યું કે જીએસટી ત્યાં નહી લાગે, જે રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે વેચાણના સમયે બાંધકામ કાર્યનું સમાપન પ્રમાણપત્ર (Completion Certificate) મળી ગયું છે. સામાન્ય રીતે ઓથોરિટીની ટાઉનશિપમાં રેડી ટૂ મૂવ મકાન લેવું સારું છે કારણ કે તે જરૂરી માપદંડોને પુરા કરે છે અને તેને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળવામાં સમસ્યા આવતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news