Rupee Fall: દુનિયાની સરખામણીએ કેટલો તૂટ્યો રૂપિયો, જાણો તેની પાછળ શું છે કારણ

દુનિયાની મોટી મુદ્રાઓની વાત કરીએ તો એક વર્ષમાં ડોલરની સરખામણીએ જ્યાં રશિયન રૂબલ સૌથી વધારે મજબૂત થતી કરેન્સી રહી છે. રશિયન રુબલમાં છેલ્લા એક વર્ષમાં 27 ટકા મજબૂતી જોવા મળી છે

Rupee Fall: દુનિયાની સરખામણીએ કેટલો તૂટ્યો રૂપિયો, જાણો તેની પાછળ શું છે કારણ

Rupee Fall: ભારતીય રૂપિયો શુક્રવારના અમેરિકન ડોલરની સરખામણીએ 79.11 ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. સતત તૂટતો રૂપિયો શું ભારતીય અર્થવ્યવસ્થા માટે ચિંતાનો સંકેત છે? નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ડોલરની સરખામણીએ રૂપિયોએ બાકી અન્ય દેશોની કરેન્સી કરતા સારું પ્રદર્શન કર્યું છે. તો આવો જાણીએ કે છેલ્લા એક વર્ષમાં રૂપિયો અને અન્ય દેશની કરેન્સીની સરખામણીએ પ્રદર્શન કેવું રહ્યું.

રશિયન રૂબલ સૌથી મજબૂત, જાપાનીઝ યેન સૌથી નબળો

દુનિયાની મોટી મુદ્રાઓની વાત કરીએ તો એક વર્ષમાં ડોલરની સરખામણીએ જ્યાં રશિયન રૂબલ સૌથી વધારે મજબૂત થતી કરેન્સી રહી છે. રશિયન રુબલમાં છેલ્લા એક વર્ષમાં 27 ટકા મજબૂતી જોવા મળી છે. આ ઉપરાંત યુકે પાઉન્ટ (12 ટકા). યુરોપિયન યુરો (12.6 ટકા) મજબૂત જોવા મળ્યો છે. ત્યારે સાઉદી અરબની મુદ્રા રિયાલમાં કોઈ ફેરફાર થયો નથી.

ભારતીય રૂપિયો છેલ્લા એક વર્ષમાં 6.18 ટકા તૂટ્યો છે. ત્યારે હોંગકોંગ ડોલર (1.04 ટકા), ઇન્ડોનેશિયા રૂપિયો (3.32 ટકા), સિંગાપોર ડૉલર (3.53 ટકા) અને ચીની યુઆન (3.65 ટકા) જેવી એશિયન દેશોની મુદ્દાઓ પણ નબળી થઈ છે. પરંતુ તેમનું પ્રદર્શન ભારતીય રૂપિયા કરતા સારું રહ્યું છે.

ભારત કરતા વધારે નબળી થતી મુખ્ય કરન્સીમાં તાઈવાન ડોલર (6.79 ટકા), થાઈલેન્ડ ભાટ (10.1 ટકા), ફિલિપાઇન્સ પેસો (13.34 ટકા), દક્ષિણી આફ્રીકી મુદ્રા રેંડ (14.48 ટકા), દક્ષિણ કોરિયા વાન (15.09 ટકા) અને જાપાનિઝ યેન (23.65 ટકા) સામેલ છે.

કેમ તૂટી રહ્યો છે રૂપિયો?
ભારતને વધતા ક્રુડ ઓઇલ, ગેસ, ખાદ્ય તેલ માટે મોટા પ્રમાણમાં વિદેશી મુદ્રા ચૂકવવી પડે છે. રશિયા યુક્રેન યુદ્ધના કારણે ક્રુડ ઓઇલ, ગેસ અને ખાદ્ય તેલ, ફર્ટિલાઈઝર માટે વધારે વિદેશી મુદ્રા ખર્ચ કરવી પડે છે.

ત્યારે અમેરિકામાં વધતી મોંઘવારીથી સામનો કરવા માટે વર્ષ 2018 બાદ પહેલી વખત વ્યાજ દર વધાર્યા છે. અમેરિકન ફેડરલ બેંકે ફેબ્રુઆરી 2022 માં વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો.

જ્યારે ફેડ તેમના વ્યાજ દર વધારે છે, ત્યારે ઉચ્ચ વ્યાદ દર પર ડોલર આધારિત બ્રાન્ડ તમામ વિદેશી સંસ્થાકીય રોકાણકારો માટે સારું રિટર્ન આપવા માટે એક સુરક્ષિત સાધન બની જાય છે. આ ફંડમાં હેજ ફંડ, મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ, વીમા બોન્ડ વગેરે સામેલ હોય છે.

FPI એ કર્યું 2.25 લાખ કરોડનું વેચાણ
ત્યારથી ભારતીય બજારમાંથી નાણાં ઉપાડવા રોકાણકારોએ તેમની ગતી વધારી દીધી છે. આ વર્ષના 6 મહિનામાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે અત્યાર સુધીમાં 2.25 લાખ કરોડથી વધુ રકમ ભારતીય બજારમાંથી પાછા ખેંચી લીધા છે. જે 2008 માં વૈશ્વિક આર્થિક સંકટ દરમિયાન થયેલા વેચાણ કરતાં વધુ છે.

જોકે, ભારતમાં થતા FDI રોકાણમાં વધારે અંતર આવ્યું નથી, પરંતુ FPI માં છેલ્લા નાણાકીય વર્ષમાં કુલ 17,225 USD મિલિયનનો ઘટાડો થયો છે.

વિદેશી મુદ્રા ભંડારમાં 40 બિલિયન ડોલરની અછત

ડોલરની સરખામણીએ રૂપિયો શુક્રવારના 79.11 ના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. રશિયા યુક્રેન યુદ્ધ બાદ થઈ રહેલા ઘટાડોનો સામનો કરવા માટે ભારતીય રિઝર્વ બેંકે વિદેશી મુદ્રા ભંડારને વેચવાનું પણ શરૂ કર્યું. જેના દ્વારા રૂપિયામાં થતા ઘટાડાને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. રશિયા યુક્રેન યુદ્ધની શરૂઆત બાદ અત્યાર સુધી વિદેશી મુદ્રા ભંડારમાં 40 બિલિયન ડોરલની અછત આવી છે.

RBI ક્યાં સુધી સંભાળશે રૂપિયો?
ગત અઠવાડિયે આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર માઈકલ ડી પાત્રાએ કહ્યું કે, ભારતીય મુદ્રાનું અવમૂલ્યન તુલનાત્મક રૂપિયાથી ઓછું થયું છે. આ સાથે જ તેમણે આરબીઆઇ દ્વારા લેવામાં આવી રહેલા પગલાં વિશે કહ્યું કે, અમે રૂપિયાની સ્થિરતા માટે પ્રયાસ કરીશું. અમે બજારમાં છીએ, અમારા મનમાં (રૂપિયાની કિંમત) કોઈ સ્તર નથી, પરંતુ અમે રૂપિયાની કિંમતમાં અસ્થિરતા આવવા દઈશું નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news