Corona Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 580 કેસ, મૃત્યુ 0, રાજ્યનો રિકવરી રેટ 98.83%

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 3478 છે, જેમાં ત્રણ દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 12 લાખ 18 હજાર 817 લોકો સાજા થયા છે. 

Corona Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 580 કેસ, મૃત્યુ 0, રાજ્યનો રિકવરી રેટ 98.83%

ગાંધીનગરઃ ગુજરાતમાં શુક્રવાર કરતા આજે કોરોના સંક્રમણના નવા કેસમાં ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 580 કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે આ દરમિયાન કોઈપણ વ્યક્તિનું મૃત્યું થયું નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 391 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10847 લોકોના મોત થયા છે. તો કોરોનાની સારવાર બાદ 12 લાખ 18 હજાર 817 લોકો સાજા થયા છે. રાજ્યમાં નવા કેસ બાદ કુલ કેસનો આંકડો 12 લાખ 33 હજાર 242 પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 229 કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં 89, વડોદરા શહેરમાં 33, મહેસાણામાં 29, વલસાડમાં 23, ગાંધીનગર શહેરમાં 20, કચ્છમાં 19, નવસારી 19, સુરત ગ્રામ્ય 19, ભાવનગર શહેર 11, ગાંધીનગર ગ્રામ્ય 11, જામનગર શહેર 11, પાટણ 8, અમદાવાદ ગ્રામ્ય 7, મોરબી 7, રાજકોટ શહેર 7, બનાસકાંઠા, સાબરકાંઠા 6-6, આણંદ, ખેડા, સુરેન્દ્રનગરમાં 4-4, અમરેલી, ભરૂચ અને નડોદરા ગ્રામ્યમાં 3-3, અરવલ્લી, પોરબંદરમાં બે-બે, ભાવનગર, ગીર સોમનાથ અને રાજકોટ ગ્રામ્યમાં એક-એક કેસ સામે આવ્યો છે. 

રાજ્યમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 3478 છે, જેમાં ત્રણ દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 12 લાખ 18 હજાર 817 લોકો સાજા થયા છે. તો કોરોનાની લીધે અત્યાર સુધી 10947 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.83 ટકા છે. 

ગુજરાતમાં આજે સાંજે પાંચ કલાક સુધીમાં 39438 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના કુલ 11 કરોડ, 15 લાખ 20 હજાર 334 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ, બીજો અને પ્રિકોશન ડોઝનો સમાવેશ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news