અમેરિકા પાસેથી 24 એન્ટી-સબમરીન હેલિકોપ્ટર ખરીદવા માંગે છે ભારત, જાણો કેમ?
સિંગાપોરમાં પ્રાદેશિક સમિટ ઉપરાંત પેન્સ અને મોદીની વચ્ચે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં દ્વિપક્ષિય સંરક્ષણ સંબંધોના મુદ્દો મુખ્ય રહ્યો હતો.
Trending Photos
વોશિંગટન: ભારતે પોતાની નૌસેનાને મજબૂત બનાવવા માટે અમેરિકા પાસેથી 24 એમએચ-60 ‘રોમિયો’ એન્ટી સબમરીન હેલિકોપ્ટર ખરીદવા માંગે છે. આ સોદો લગભગ 2 અબજ ડોલરમાં થાય તેવું અનુમાન છે. આ જાણકારી સંરક્ષણ ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રોએ આપી છે. ભારતને એક દશક કરતા વધારે સમય પહેલાથી આ હંટર હેલીકોપ્ટરની જરૂરિયાત છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઇ ભાષાના અનુસાર, અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ માઇક પેન્સ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે સિંગાપોરમાં યોજાયેલી બેઠક બાદ હેલિકોપ્ટર સોદાને થોડાક મહિનાઓમાં છેલ્લા તબક્કે પહોંચાડવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સિંગાપોરમાં પ્રાદેશિક સમિટ ઉપરાંત પેન્સ અને મોદીની વચ્ચે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં દ્વિપક્ષિય સંરક્ષણ સંબંધોના મુદ્દો મુખ્ય રહ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતના 24 જૂદી-જૂદી ભૂમિકા ધરાવુતુ હેલિકોપ્ટર-એમએચ 60 રોમિયો સીહોકની તાત્કાલીત આવશ્યક્તાને ધ્યાનમાં રાખી અમેરિકાને અનુરોધ પત્ર મોકલ્યો હતો. થોડો સમયમાં ભારત અને અમેરિકાની વચ્ચે સંરક્ષણ કરારમાં ઝડપ જોવા મળી રહી છે. અમેરિકન સરકારે ભારતની સંરક્ષણ આવશ્યક્તાઓને ધ્યાનમાં રાખી તેમના હાઇ ટેક લશ્કરી સાધનોના દરવાજા ખુલ્લા કર્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, એમએચ-60 રોમિયો સોદો ઓફસેટના આધાર પર થવાની સંભાવના છે. ભારતની યોજના 123 હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવાની છે. સુત્રોનું કહેવું છે કે આ સોદાની સાથે ભારત અને અમેરિકાની વચ્ચે સંરક્ષણ વ્યાપાર વધીને 20 અબજ ડોલરથી ઉપર જતો રહેશે.
સબમરીન પર લક્ષ્ય સંપૂર્ણ હોય છે રોમિયોનું
રોમિયો અમેરિકાનું સૌથી એડવાન્સ એન્ટી સબમરીન હેલિકોપ્ટર માનવામાં આવે છે. સબમરીન પર તેનું લક્ષ્ય સંપૂર્ણ હોય છે. દુનિયાના કેટલાક અન્ય દેશોની પાસે પણ એન્ટી સબમરીન હેલિકોપ્ટર છે પરંતુ સમુદ્રમાં ચીનના મોટા પડકારને જોઇ ભારત માટે એમરિકન એન્ટી સબમરીન હેલિકોપ્ટર રોમિયો યોગ્ય માનવામાં આવી રહ્યું છે. એવામાં એન્ટી સબમરીન હેલિકોપ્ટર હાંસલ કરવું ભારત માટે ખુબ જરૂરી થઇ ગયું છે.
ભારતીય નૌ સેના માટે થશે મદદગાર રોમિયો
એમએચ 60 રોમિયો સિ-હોક હેલીકોપ્ટર અમેરિકન નેવીના કાફલામાં શામેલ છે. આ દુનિયાનું સૌથી અત્યાધુનિક હેલીકોપ્ટરના રૂપમાં ઓળખવામાં આવે છે. જાણકારોના જણાવ્યા અનુસાર આ હેલિકોપ્ટરને જહાજ, યુદ્ધજહાજ અને વિમાન વાહક જહાજથી ઓપરેટ કરવામાં આવી શકે છે. હિન્દ મહાસાગર વિસ્તારમાં ચીનના આક્રમક વલણને જોઇને ભારતે તેની તાત્કાલિક જરૂરીયાત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે