અદાણીએ ખરીદી હતી આ કંપનીમાં ભાગીદારી, હવે આવી રહ્યો છે IPO, મળશે કમાણીની સારી તક

ઓપરેશન અને મેન્ટેનન્સ સર્વિસ પ્રોવાઇડ કરનારી આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસનો આઈપીઓ 11 નવેમ્બરે ખુલીને 15 નવેમ્બરે બંધ થશે. પરંતુ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડની જાહેરાત હજુ થઈ નથી.

અદાણીએ ખરીદી હતી આ કંપનીમાં ભાગીદારી, હવે આવી રહ્યો છે IPO, મળશે કમાણીની સારી તક

નવી દિલ્હીઃ આઈપીઓ પર દાંવ લગાવી કમાણી કરનારા રોકાણકારો માટે નવેમ્બરનો મહિના ખુબ સારો રહ્યો છે. આ મહિનામાં ઘણી કંપનીઓના આઈપીઓ આવી રહ્યાં છે. આવો એક આઈપીઓ વિન્ડ એનર્જી ઓપરેશન અને મેન્ટેનન્સ સર્વિસ પ્રોવાઇડ કરનારી Inox ગ્રીન એનર્જી સર્વિસનો છે. આ કંપનીનો આઈપીઓ 11 નવેમ્બરે ખુલશે અને 15 નવેમ્બરે બંધ થશે. પરંતુ આ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડની જાહેરાત થઈ નથી. 

આઈપીઓની વિગતઃ 740 કરોડ રૂપિયાના આઈપીઓથી ભેગી કરેલી રકમનો ઉપયોગ કંપની દ્વારા લોન ચુકવવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે. આઈપીઓ માટે મર્ચેન્ટ બેન્ક- એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસ, ડીએમ કેપિટલ એડવાઇઝર્સ, ઇક્વિરસ કેપિટલ, આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ અને સિસ્ટેમેટિક્સ કોર્પોરેટ સર્વિસેઝ છે. આઈપીઓનું રજીસ્ટ્રાર લિંક ઇનટાઇમ ઈન્ડિયા છે. 

આ પણ વાંચોઃ SBI માં એકવાર 5 લાખ રૂપિયાના રોકાણ પર કરો દર મહિને 70000 ની કમાણી! જાણો કઈ રીતે

કંપની વિશે જાણોઃ Inox ગ્રીન એનર્જી સર્વિસેઝ, આઈનોક્સ વિન્ડની એક સહાયક કંપની છે અને Inox જીએફએલ સમૂહની કંપનીઓનો ભાગ છે. આઈનોક્સ વિંડની વર્તમાનમાં આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસેઝમાં 93.84 ટકા ભાગીદારી છે. હાલમાં Inox ગ્રીન એનર્જી સર્વિસે ત્રણ સ્પેશિયલ યુનિટ્સમાં પોતાની ઇક્વિટી ભાગીદારી ગૌતમ અદાણીની કંપની ગ્રીન એનર્જીને વેચી દીધી છે. 

ઓક્ટોબરમાં આઈનોક્સ વિંડે શેર બજારને જણાવ્યું હતું કે તેણે સબ્સડિયરી યુનિટ આઇનોક્સ ગ્રીન એનર્જી સર્વિસેઝ લિમિટેડ દ્વારા વિંડ વન રિનર્જી લિમિટેડ વિંડ થ્રી રિનર્જી લિ. અને વિંડ ફાઇવ રિનર્જી લિં.માં પોતાની ઇક્વિટી ભાગીદારી અદાણી ગ્રીન એનર્જીને વેચી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news