આ દેશે કરી બતાવ્યું, કલાકોના ટ્રાફિક જામથી બચાવશે હવે આ ઉડતી કાર
જાપાનની કાર સ્ટાર્ટઅપ કંપની SkyDrive એ એક એવી કાર બનાવી છે કે જે રસ્તા પર નથી ચાલતી પરંતુ હવામાં ઉડે છે. થોડા દિવસ પહેલા જ તેનું સફળ ટેસ્ટિંગ થયું છે. જો કે આ કારમાં એક જ વ્યક્તિના બેસવાની જગ્યા છે. કંપનીએ આ ઉડતી કારનો વીડિયો બહાર પાડ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: શું તમે ગુરુગ્રામ, દિલ્હી કે મુંબઈના ટ્રાફિકમાં કલાકો સુધી ફસાયા છો? તો તમારા મનમાં એક વિચાર જરૂર આવ્યો હશે કે કાશ મારી પાસે પંખ હોત અને હું ઉડી જાત. જાપાનની કાર સ્ટાર્ટઅપ કંપની SkyDrive એ એક એવી કાર બનાવી છે કે જે રસ્તા પર નથી ચાલતી પરંતુ હવામાં ઉડે છે. થોડા દિવસ પહેલા જ તેનું સફળ ટેસ્ટિંગ થયું છે. જો કે આ કારમાં એક જ વ્યક્તિના બેસવાની જગ્યા છે. કંપનીએ આ ઉડતી કારનો વીડિયો બહાર પાડ્યો છે.
60 કિમી સુધી વધારી શકાશે ઝડપ
આ વીડિયોમાં હેલમેટ પહેરેલો વ્યક્તિ કારને ઉડાડતો જોવા મળી રહ્યો છે. જો કે કાર જમીનથી એક થી બે કિલોમીટર ઉપર ઉડી રહી છે. ત્રણ વર્ષ પહેલા પણ આ ઉડતી કારનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરંતુ તે નિષ્ફળ ગયું. આ કાર હાલ 5થી 10 મિનિટ સુધી હવામાં ઉડી શકે છે. આવામાં એન્જિનિયરોનું પહેલું લક્ષ્ય એ છે કે 30 મિનિટ સુધી હવામાં કાર ઉડાવવાની છે. આ ફ્લાઈંગ ટેક્સીની સ્પીડ હજુ ઘણી ઓછી છે. જેને વધારીને 60 કિમી પ્રતિ કલાક કરવાનું લક્ષ્યાંક છે.
2023 સુધીમાં આવી શકે છે પ્રોડક્શન મોડલ
SkyDrive ના સીઈઓ તોમોહિરો ફૂકુજાવાના નેતૃત્વમાં સ્કાયડ્રાઈવના આ પ્રોજેક્ટને અંજામ અપાયો છે. સફળ પરીક્ષણ બાદ તોમોહિરો ખૂકુજાવાએ કહ્યું કે વર્ષ 2023 સુધી ઉડનારી કારનું પ્રોડક્શન મોડલ આવી જવાની આશા છે. તેને સુરક્ષિત બનાવવી અમારા માટે એક મોટો પડકાર હશે. તેમણે કહ્યું કે હાલના સમયમાં ઉડનારી કારને લઈને દુનિયાભરમાં 100થી વધુ પ્રોજેક્ટ્સ ચાલે છે. જેમાંથી થોડાક જ એવા છે જે એક વ્યક્તિને લઈને ઉડાણ ભરવામાં સફળ રહી.
Toyota લાવશે ઉડતી કાર
સ્કાયડ્રાઈવનો આ પ્રોજેક્ટ વર્ષ 2012માં શરૂ થયો હતો. સ્કાયડ્રાઈવના આ પ્રોજેક્ટમાં ટોયેટા સહિત ત્રણ કંપનીઓ સામેલ છે. સ્કાયડ્રાઈવનો આ પ્રથમ પ્રયત્ન હતો જેમાં માનવી સાથે પરીક્ષણ થયું. દિગ્ગજ ઓટો કંપની Toyotaનો લક્ષ્યાંક છે કે 2023 સુધીમાં આ પ્રોટોટાઈપના ટુ સીટર કોમર્શિયલ મોડલ લઈને આવશે. જાપાન સરકારનો પણ લક્ષ્યાંક છે કે ટોકિયો અને ઓસાકા જેવા વ્યસ્ત શહેરોમાં ફ્લાઈંગ ટેક્સીની શરૂઆત કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે