₹87 પર આવ્યો હતો IPO, હવે ₹427 પર પહોંચ્યો ભાવ, 10 મહિનાથી કરી રહ્યો છે માલામાલ

કલ્યાણ જ્વેલર્સ ઈન્ડિયાના શેર કમાલ કરી રહ્યાં છે. ગુરૂવારે ઈન્ટ્રા-ડેમાં બીએસઈ પર શેર ત્રણ ટકા વધી 427.85 રૂપિયાની નવી ઊંચાઈ પર પહોંચી ગયો છે. 
 

₹87 પર આવ્યો હતો IPO, હવે ₹427  પર પહોંચ્યો ભાવ, 10 મહિનાથી કરી રહ્યો છે માલામાલ

નવી દિલ્હીઃ Kalyan Jewellers India Share: કલ્યાણ જ્વેલર્સ ઈન્ડિયા(KJIL)ના શેર ગુરૂવારે ઈન્ટ્રા-ડે કારોબારમાં બીએસઈ પર 3 ટકા વધી 427.85 રૂપિયાની નવી ઊંચાઈ પર પહોંચી ગયા. કંપનીના શેરમાં આ તેજી ભવિષ્યમાં આવકમાં વધારો થવાની આશાથી આવી છે. આજે સ્ટોકે 2 માર્ચના પોતાના પાછલા હાઈ 419 રૂપિયાને પાર કરી લીધો છે. છેલ્લા 10 મહિનામાં મજબૂત નાણાકીય પ્રદર્શન વચ્ચે કેજેઆઈએલની માર્કેટ પ્રાઇઝ 105.65 રૂપિયાના સ્તરથી ચાર ગણી કે 305 ટકા વધી ગઈ છે. તેની તુલનામાં આ સમય દરમિયાન બીએસઈ સેન્સેક્સ 17.4 ટકા વધ્યો છે.

શું છે ડિટેલ
ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ દ્વારા જ્વેલરના લાંબા અને ટૂંકા ડેટ રેટિંગને 'IND A+'/'માં અપગ્રેડ કર્યા પછી કંપનીના શેર સકારાત્મક બન્યા હતા. કલ્યાણ જ્વેલર્સના નવા સ્ટોરોમાં માંગમાં તેજી આવી છે. મેનેજમેન્ટ નોન-કોર એસેટ્સ વેચવાની અને કંપનીની માલિકીના કેટલાક શોરૂમને ફ્રેન્ચાઇઝીમાં રૂપાંતરિત કરવાની યોજના ધરાવે છે. નોંધનીય છે કે FY23 અને 9MFY24 બંનેમાં એકીકૃત આવકમાં વાર્ષિક 30 ટકાનો વધારો થયો છે. રેટિંગ એજન્સીએ કહ્યું- એકીકૃત આવકમાં દક્ષિણમાં કલ્યાણની ભાગીદારી નાણાકીય વર્ષ 2023માં ઘટી 51 ટકા અને 9 એમએફવાઈ24માં 44 ટકા થઈ ગયો, જે બિન-દક્ષિણ રાજ્યોમાં કંપનીના વિસ્તારનો સંકેત આપે છે. નોટમાં કહેવામાં આવ્યું કે કલ્યાણે ભારતના ઉત્તરી ક્ષેત્રોમાં બજાર ભાગીદારી હાસિલ કરવા માટે જાણીતી હસ્તિઓને બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં નમણૂંક કર્યાં છે.

2021માં આવ્યો હતો આઈપીઓ
તમને જણાવી દઈએ કે કલ્યાણ જ્વેલર્સના શેર 26 માર્ચ 2021ના 87 રૂપિયાની પ્રાઇઝ બેન્ડની તુલનામાં 75.3 રૂપિયા પ્રતિ પર લિસ્ટ થયા હતા. પડકારજનક વર્ષ છતાં સ્ટોકે CY22માં 85 ટકા રિટર્ન આપ્યું. આ ગતિ  CY23 સુધી જારી રહી, કારણ કે આ દરમિયાન શેર 180 ટકા વધી ગયો હતો. સ્ટોકની વર્તમાન પ્રાઇઝ પ્રમાણે તે પોતાના લિસ્ટિંગથી 425 ટકા અને આઈપીઓ કિંમતથી 355 ટકા વધી ગયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news