બોપલમાં રાત્રે રોડ પર ફિલ્મી દ્રશ્યો! બિલ્ડર પર 10 લોકોનો હુમલો, સ્વબચાવમાં ફાયરિંગ કર્યું
Ahmedabad Firing: મૂળ ધંધુકાના અને બોપલ ખાતે રહેતા ઉપેન્દ્રસિંહ ચાવડા નામના બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ધંધુકા ખાતે રાજેન્દ્રસિંહ સોલંકી લાંબા સમયથી પરિચય હતો અને તેઓ ધંધુકામાં આવેલા પચ્છમ ધામ ખાતે વારંવાર મુલાકાત લેતા હતા.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિલ્ડર પર હુમલાની ઘટના સામે આવી છે. ત્યારે બિલ્ડરે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. બોપલ પોલીસે ફરિયાદ નોંધી હુમલો કરનાર બે આરોપીની ધરપકડ કરી છે.
મૂળ ધંધુકાના અને બોપલ ખાતે રહેતા ઉપેન્દ્રસિંહ ચાવડા નામના બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ધંધુકા ખાતે રાજેન્દ્રસિંહ સોલંકી લાંબા સમયથી પરિચય હતો અને તેઓ ધંધુકામાં આવેલા પચ્છમ ધામ ખાતે વારંવાર મુલાકાત લેતા હતા. જોકે છેલ્લા ઘણા સમયથી તેઓ એ ત્યાં જવાનું બંધ કર્યું હતું. જે બાબતને લઈને રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલ સિંહ પરમાર સાથે તકરાર ચાલતી હતી. તેવામાં 27મી માર્ચે રાતના સમયે ઉપેન્દ્રસિંહ ચાવડાને ફોન કરી પહેલા ઝગડો કર્યો હતો અને આરોપીઓએ મળવા બોલાવ્યા હતા અને તેઓ બોપલમાં મેરી ગોલ્ડ સર્કલ પાસે પહોંચતા 8 થી 10 જેટલા શખ્સોએ ભેગા મળી જાહેર રસ્તા પર જ ગાડી ઉપર પાઇપો અને લાકડીથી હુમલો કરી વાહન માં તોડફોડ કરી હતી. જે દરમિયાન બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાએ પોતાના સ્વરક્ષણ માટે થી લાઈસન્સ વાળી રિવોલ્વરથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આ ઘટનાની જાણ થતા બોપલ પોલીસ ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને બોપલ પોલીસ મથકે મારામારીના રાયોટિંગ તેમજ જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલ સિંહ પરમાર સહિતના દસ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જેમાંથી બે મુખ્ય આરોપી રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલ સિંહ પરમાર ની ધરપકડ કરવા માં આવી છે જોકે સામે પક્ષે બિલ્ડર દ્વારા પોતાની પાસે રહેલા હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેને લઈને જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવાની કામગીરી પોલીસે શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ ઝગડાનું મુખ્ય કારણ બિલ્ડર ઉપેન્દ્રસિંહ ને સમાજ માં બદનામ કરવામાં આવી રહયા હતા જેમાં આરોપી ઓ સમાજ માં વાતો કરતા હતા કે ઉપેન્દ્રસિંહ દેણામાં આવી ચકુયા છે અને લોકો પાસેથી ઉછીના અને વ્યાજે પૈસા લઇ રહયા છે. જેથી આ ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે ત્યારે બોપલ પોલીસ વધુ ફરાર આંઠ આરોપીની શોધખોળ સારું કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે