1 જૂનથી થઈ શકે છે મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

એક જૂનથી થનારા ફેરફારની સીધી અસર તમારા પર પડશે. રસોઈ ગેસની કિંમતોમાં ફેરફાર તમારા બજેટને પ્રભાવિત કરી શકે છે. આ સિવાય અન્ય નિયમોમાં  પણ ફેરફાર થશે. 

1 જૂનથી થઈ શકે છે મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

નવી દિલ્હીઃ મે મહિનો પૂરો થવાનો છે. ત્યારબાદ જૂન મહિનાની શરૂઆત થશે. દર મહિનાની પહેલી તારીખે દેશમાં કેટલાક ફેરફાર થાય છે. એક જૂનથી પણ કેટલાક ફેરફાર થવા જઈ રહ્યાં છે, જેની સીધી અસર તમારા પર પડશે. તેથી જૂન મહિનાની શરૂઆત પહેલાં તમારે જાણવું જરૂરી છે કે નવા મહિને ક્યા-ક્યા ફેરફાર થશે અને તમારા પર શું અસર પડશે. રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં પેટ્રોલિયમ કંપની ફેરફાર કરી શકે છે. આ સિવાય અન્ય ફેરફાર પણ થશે. 

રસોઈ ગેસની કિંમતમાં થઈ શકે છે ફેરફાર
સરકારી તેલ કંપનીો દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસની કિંમતોમાં ફેરફાર કરે છે. દર મહિનાની એક તારીખે એલપીજી ગેસની કિંમતો નક્કી થાય છે. એપ્રિલ અને મે મહિનાની પહેલી તારીખે 19 કિલોના કોમર્શિયલ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો હતો. પરંતુ 14 કિલોના રસોઈ ગેસ સિલિન્ડરનો ભાવ યથાવત રહ્યો હતો. માર્ચ મહિનામાં ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો થયો હતો. 

CNG-PNG ના ભાવમાં થઈ શકે છે ફેરફાર
રસોઈ ગેસ સિલિન્ડરની જેમ મહિનાની પહેલી તારીખે CNG-PNG ની કિંમતોમાં પણ ફેરફાર થાય છે. પેટ્રોલિયમ કંપનીઓ દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં CNG-PNG ની કિંમતોમાં ફેરફાર કરે છે. એપ્રિલમાં દિલ્હી અને મુંબઈમાં CNG-PNG ની કિંમતોમાં ફેરફાર થયો હતો. મેની પહેલી તારીખે કોઈ ફેરફાર થયો નહીં. તેવામાં સામાન્ય લોકોની નજર એક જૂન પર છે અને તે CNG-PNG ની કિંમતમાં ઘટાડાની આશા કરી રહ્યાં છે. 

ઈલેક્ટ્રિક્સ વ્હીકલ્સ થશે મોંઘા
એક જૂનથી દેશમાં ઈલેક્ટ્રિક ટૂ વ્હીલર્સ ખરીદવા મોંઘા થઈ જશે. એટલે કે તમે 1 જૂન બાદ ઈલેક્ટ્રિક બાઈક કે સ્કૂટર ખરીદવા જાવ છો તો તમારે વધુ કિંમત ચુકવવી પડશે. 21મેના નોટિફિકેશન અનુસાર ભારી ઉદ્યોગ મંત્રાલયે FAME-2 સબસિડી રકમમાં ફેરફાર કર્યો છે અને તેને ઘટાડી 10000 રૂપિયા kWh કરી દીધા છે. પહેલાં આ રકમ 15,000 રૂપિયા kWh હતી. આ કારણે ઈલેક્ટ્રિક વ્હીકલ્સ 25થી 35 હજાર રૂપિયા જેટલા મોંઘા થઈ શકે છે. 

રિઝર્વ બેન્કનું અભિયાન
એક જૂનથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા  દેશની બેન્કોમાં જમા અનક્લેમ્ડ અમાઉન્ટને સેટલ કરવા માટે અભિયાનની શરૂઆત કરશે. અભિયાનનું નામ 100 દિવસ 100 ચુકવણી આપવામાં આવ્યું છે. રિઝર્વ બેન્કે આ સંબંધમાં દરેક બેન્કોને માહિતી આપી દીધી છે. આ અભિયાન હેઠળ 100 દિવસમાં 100 અનક્લેમ અમાઉન્ટને સેટલ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news