મોબિક્વિકે લોન્ચ કરી બધાને ફાયદો થાય એવી જબરદસ્ત સ્કીમ

હાલમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આકાશને આંબી ગઈ છે

મોબિક્વિકે લોન્ચ કરી બધાને ફાયદો થાય એવી જબરદસ્ત સ્કીમ

નવી દિલ્હી : હાલમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આકાશને આંબી ગઈ છે. હકીકતમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની વધતી કિંમતના પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. આ સિવાય રોજ બદલાતી પેટ્રોલ અને ડીઝલની કિંમતે પણ આમાં વધારો કર્યો છે. જોકે હવે ચિંતા કરવાની જરૂર નથી. હવે એક ઓફર આવી છે જે પેટ્રોલ અને ડીઝલમાં જબરદ્સ્ત કેશબેક આપે છે. 

જો પેટ્રોલનું પેમેન્ટ ઓનલાઇલ કરવામાં આવે તો છૂટછાટ મળે છે પણ જો તમે આ પેમેન્ટ મોબિક્વિક વોલેટથી કરો તો તમને મોટી રકમ કેશબેકમાં મળી શકે છે. કંપનીએ પેટ્રોલ માટે મોટી સ્કીમ લોન્ચ કરી છે જેમાં સાંજના 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા વચ્ચે પેટ્રોલ ભરાવવામાં આવશે તો 10%  કેશબેકની ઓફર છે. મોબિક્વિકે આ ઓફર 28 માર્ચ, 2018એ લોન્ચ કરી છે અને એ 1 જૂન, 2018 સુધી અમલમાં છે. આ કેશબેકનો ફાયદો ઉપાડવા માટે ઓછામાં ઓછું 50 રૂ.નું પેટ્રોલ નખાવવું પડશે અને એનો ફાયદો અઠવાડિયામાં બે દિવસ જ ઉઠાવી શકાશે. 

આ ઓફરનો ફાયદો લેવા માટે કોઈ કુપનકોડની જરૂર નથી પણ પેટ્રોલ પંપ પર પેમેન્ટ વખતે માત્ર ક્યુઆર (QR) કોડ સ્કેન કરવો પડશે. જોકે કંપનીએ  હાલમાં એના માટે મહત્તમ 50 રૂ. કેશબેકની કેપ લગાવી છે. કેશબેકનો ઉપયોગ બીજવાર પેટ્રોલ નખાવવા માટે કરી શકાશે પણ એના માટે ઓછામાં ઓછું 200 રૂ.નું પેટ્રોલ નખાવવું જ પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news