નહીં થાય આ 3 વીમા કંપનીઓનો વિલય, મોદી સરકારે લીધો નિર્ણય
સરકારી વીમા કંપની ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ, નેશનલ ઈન્સ્યોરન્સ અને યૂનાઇટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સના વિલયના નિર્ણયને હાલ ટાળી દેવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની (Public sector) ત્રણ સાધારણ વીમા કંપનીઓ (Insurance companies) ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ, નેશનલ ઈન્સ્યોરન્સ અને યૂનાઇટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સના વિલયની પ્રક્રિયાને રોકવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં, સરકાર હવે આ કંપનીઓની નાણાકીય સ્થિતિને સુધારવા માટે 12,450 કરોડ રૂપિયા આપશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આ નિર્ણય પર મહોર લગાવી દીધી છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું, હાલની સ્થિતિને જોતા વિલયની પ્રક્રિયાને ટાળી દેવામાં આવી છે અને હવે તેની જગ્યાએ આ કંપનીઓના નફા પર ધ્યાન આપવામાં આવશે.
પહેલા આપવામાં આવ્યા હતા 2500 કરોડ
12,450 કરોડ રૂપિયાના નાણા નાખવાના પ્રસ્તાવમાં 2500 કરોડ રૂપિયાની રકમ પહેલા આપી ચુકવામાં આવી છે. મહત્વનું છે કે નાણાકીય વર્ષ 2019-2020માં 2500 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી હતી. હવે 3475 કરોડ રૂપિયાની રકમ તત્કાલ આપવામાં આવશે, જ્યારે બાકી 6475 કરોડ રૂપિયા બાદમાં આપવામાં આવશે. સરકારે 2020-2021ના બજેટમાં આ ત્રણેય કંપનીઓમાં નાણા નાખવા માટે 6950 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
તમને જણાવી દઈએ કે સરકારે 2017માં દેશની બે સૌથી મોટી વીમા કંપની ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની અને જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનઓફ ઈન્ડિયાને એક આઈપીઓ માર્ગના માધ્યમથી લિસ્ટેડ કરી હતી. તો આ વર્ષના બજેટમાં ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)ના આઈપીઓની જાહેરાત કરવામાં આવી ચુકી છે. એલઆઈસીનો આઈપીઓ આ વર્ષના અંત સુધી આવવાની આશા છે.
GOOD NEWS! આગામી ત્રણ મહિના આવશે વધુ પગાર, PF ખાતામાં પૈસા જમા કરાવશે મોદી સરકાર
શું હોય છે આઈપીઓ?
મહત્વનું છે કે જ્યારે કોઈ કંપની કે સરકાર પ્રથમવાર સામાન્ય લોકોની સામે કેટલાક શેર વેચવાનો પ્રસ્તાવ રાખે છે તો આ પ્રક્રિયાને પ્રારંભીક લોક પ્રસ્તાવ
(આઈપીઓ) કહેવામાં આવે છે. કહેવાનો મતલબ તે થયો કે એલઆઈસીના આઈપીઓને સરકાર સામાન્ય લોકો માટે બજારમાં રાખશે. ત્યારબાદ એલઆઈસી સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થશે અને લોકો શેર દ્વારા ભાગીદારી ખરીદી શકશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે