GOOD NEWS! આગામી ત્રણ મહિના આવશે વધુ પગાર, PF ખાતામાં પૈસા જમા કરાવશે મોદી સરકાર


પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ  (Pradhan Mantri Garib Kalyan Yojana) હેઠળ પ્રોવિડંન ફંડ (Provident Fund) માં નોકરીદાતા અને કર્મચારીઓના 12-12 ટકા મળીને કુલ 24 ટકાનું યોગદાન સરકાર આપી રહી છે. 

GOOD NEWS! આગામી ત્રણ મહિના આવશે વધુ પગાર,  PF ખાતામાં પૈસા જમા કરાવશે મોદી સરકાર

નવી દિલ્હીઃ જો તમે લૉકડાઉન  (Lockdown) બાદ નોકરી અને સંભવિત આર્થિક તંગી માટે પરેશાન થઈ રહ્યાં છે તો ચિંતા છોડી દો. તમને આગામી ત્રણ મહિના પણ વધુ પગાર મળવાનો છે. તેનાથી પણ સારી વાત છે કે મોદી સરકાર  (Modi Govt.) આગામી ત્રણ મહિના સુધી તમારા  PF ખાતામાં પૈસા નાખવાની છે. 

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ જણાવ્યુ કે, મંત્લાયરે હાલની યોજના ઓગસ્ટ સુધી વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીદી છે, જે હેઠળ સરકાર કર્મચારીઓ અને નોકરીદાતાઓના ભવિષ્ય નિધિમાં યોગદાન રાશિ આપશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ  (Pradhan Mantri Garib Kalyan Yojana) હેઠળ પ્રોવિડંન ફંડ (Provident Fund) માં નોકરીદાતા અને કર્મચારીઓના 12-12 ટકા મળીને કુલ 24 ટકાનું યોગદાન સરકાર આપી રહી છે. 

સરકાર દ્વારા નોકરીદાતા  (Employers)  અને કર્મચારી (Employee)ના ભાગના પણ પ્રોવિડંન ફંડની ચુકવણીની યોજનાને વધુ ત્રણ મહિના માટે વધારી દીધી છે. સરકારના આ નિર્ણયથી એક તરફ વધુ ત્રણ મહિના સુધી કર્મચારીઓના ખાતામાં વધુ વેતન આવશે તો નોકરીદાતાઓને મોટો આર્થિક ફાયદો થશે. 

હવે ઇ-કોમર્સ કંપનીઓને આપવી પડશે Country of Origin ની જાણકારી

આ યોજના તે યૂનિટ માટે છે જ્યાં કર્મચારીઓની સંખ્યા 100 સુધી છે તથા તેમાંથી 90 ટકા કર્મચારીઓનો મહિનાનો પગાર 15 હજાર રૂપિયાથી ઓછો છે. આ પહેલા યોજના માર્ચ, એપ્રિલ અને મે માટે હતી. જેને જૂન, જુલાઈ અને ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news