વીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે?

અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી જોતા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મંગળવારે અમેરિકાના રાજદ્વારીઓના મામલાના ઉપ વિદેશ મંત્રી ડેવિડ હેલની સાથે ઓનલાઇન વાતચીત કરી છે. 

Updated By: Jul 9, 2020, 01:29 PM IST
વીઝા નિયમોમાં ફેરફાર પર ભારતે અમેરિકા સાથે કરી વાત, શું પરિસ્થિતિ બદલાશે?

વોશિંગટનઃ અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના વીઝા નિયમોમાં ફેરફારને લઈને ભારતે અમેરિકા સાથે વાત કરી છે. જેથી ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓએ કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. હકીકતમાં યૂએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ ઇન્ફોર્સમેન્ટે જાહેરાત કરી છે કે તે વિદ્યાર્થીઓએ દેશ છોડવો પડશે જેની વિશ્વ વિદ્યાલયમાં કોરોના વાયરસ મહામારીને કારણે આ સેમેસ્ટરમાં માત્ર ઓનલાઇન કોર્સ ઓફર કરવામાં આવી રહ્યો છે. એટલે કે ઓગસ્ટ મહિનાથી શરૂ થનાર ઓનલાઈન કોર્સ સંસ્થાના છાત્રો, પોતાનો અભ્યાસ અમેરિકામાં રહીને કરી શકશે નહીં. અમેરિકી તંત્રના આ નિર્ણય બાદ હજારો ભારતીય વિદ્યાર્થીઓએ હાલની સ્થિતિ વચ્ચે અમેરિકા છોડવુ પડી શકે છે. 

અમેરિકામાં ભણતા ભારતીય છાત્રોની પરેશાનીને જોતા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રજંગલાએ મંગળવારે અમેરિકાના રાજકીય મામલાના ઉપ વિદેશ મંત્રી ડેિડ હેલની સાથે ઓનલાઇન વાતચીત કરી હતી. અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસે આ વિશે જાણકારી આપતા કહ્યું કે, ઘણા વિશ્વ વિદ્યાલય અને કોલેજે પોતાના શૈક્ષણિક કેલેન્ડરની જાહેરાત કરવાની છે. તેવા સમયમાં ઇમિગ્રેશન નિયમોમાં કોઈ પ્રકારના ફેરફારથી અહીં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવનાર વિદ્યાર્થીઓએ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

દૂતાવાસે કહ્યું, અમે સંબંધિત અમેરિકી અધિકારીઓની સામે આપણી સમસ્યા રાખી છે. સાત જુલાઈએ અમેરિકા-ભારત વચ્ચે થયેલી બેઠકમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ અમેરિકાના રાજદ્વારી મામલાના ઉપ વિદેશ મંત્રી ડેવિડ હેલની સામે પોતાની વાત રાખી હતી. 

ભારત-ચીન સરહદ વિવાદ પર અમેરિકાનું મોટું નિવેદન, કહ્યું-ભારતે 'જડબાતોડ જવાબ'  આપ્યો

સૂત્રો પ્રમાણે, અમેરિકી પક્ષે તેના પર ધ્યાન આપતા કહ્યું કે, તે ભારતીયોના હિતોને ધ્યાનમાં રાખશે અને પ્રયાસ કરશે કે આ નિર્ણયનો તેના પર ઓછો પ્રભાવ પડે. અમેરિકાએ ભારતને તે પણ કહ્યું કે, આ નિર્ણયને લાગુ થવા સંબંધિત વિસ્તૃત દિશા-નિર્દેશ હજુ જારી થવાના બાકી છે. 

ઇમિગ્રેશન એજન્સીએ કહ્યું કે, હાલના સમયમાં જે છાત્રો અમેરિકામાં આ અભ્યાસમાં રજીસ્ટર્ડ છે, તેણે પોતાના દેશ પરત ફરવુ જોઈએ કે માન્યતા જાળવી રાખવા કે ઇમિગ્રેશન નિયમો હેઠળ સંભવિત કાર્યવાહીથી બચવા માટે અન્ય ઉપાય જેવા કે શાળામાં સ્થાળાંતરણ કરાવવું જોઈએ જ્યાં પરંપરાગત વર્ગમાં અભ્યાસ થઈ રહ્યો છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube