સસ્તા કોલ માટે જાણીતી Reliance jioના પ્લાનમાં જબરદસ્ત વધારો, કરી નાખશે ખિસ્સા ખાલી

વોડાફોન (Vodafone), આઇડિયા (Idea) અને ભારતી એરટેલ (Bharti airtel) પછી હવે રિલાયન્સ જિયો (Reliance jio)થી વાત કરવાનું પણ મોંઘું થઈ જશે. 

સસ્તા કોલ માટે જાણીતી Reliance jioના પ્લાનમાં જબરદસ્ત વધારો, કરી નાખશે ખિસ્સા ખાલી

મુંબઈ : વોડાફોન (Vodafone), આઇડિયા (Idea) અને ભારતી એરટેલ (Bharti airtel) પછી હવે રિલાયન્સ જિયો (Reliance jio)થી વાત કરવાનું પણ મોંઘું થઈ જશે. જિયોએ રવિવારે પોતાના ભાડામાં 40 ટકા વધારાની જાહેરાત કરી છે. રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં કહ્યું છે કે તેનો નવો પ્લાન ઓલ ઇન વન 6 ડિસેમ્બરથી અમલમાં આલવશે જેના કારણે ગ્રાહકોને મહત્તમ ફાયદો મળશે. 

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે જિયો અનલિમિટેડ વોઇસ અને ડેટા સાથે ઓલ ઇન વન પ્લાન લાવશે. આ પ્લાનમાં અન્ય મોબાઇલ નેટવર્ક પર કોલ કરવા માટે યોગ્ય ઉપયોગની નીતિ હશે. આ પ્લાન 6 ડિસેમ્બર, 2019થી લાગુ થશે. આ નવો પ્લાન 40 ટકા મોંઘો હશે પણ કસ્ટમર ફર્સ્ટની નીતિને કારણે ગ્રાહકોને 300 ટકા વધારે ફાયદો મળશે. 

આ પહેલાં વોડાફોન, આઇડિયા અને એરટેલે પોતાના દરમાં વધારાની જાહેરાત કરી હતી જે 3 ડિસેમ્બરથી અમલમાં મુકવામાં આવશે. ચાર્જિસ વધારવાની જાહેરાત સૌથી પહેલાં વોડાફોન-આઈડિયાએ કરી હતી. છેલ્લા ચાર વર્ષમાં આ કંપનીઓએ મોબાઈલ ફોન કોલ્સ અને ડેટાનાં દરમાં આ પહેલી જ વાર વધારો કર્યો છે. આ વધારો પાંચ કે 10 ટકા નથી, પણ 50 ટકા જેટલો છે. ટેલીકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) પ્રમાણે જૂન 2016થી ડિસેમ્બર 2017 વચ્ચે દેશમાં મોબાઇલ ડેટાના દરોમાં 95% ટકાનો ઝડપી ઘટાડો આવ્યો છે. હવે મોબાઇલ ડેટા 11.78 રૂપિયા પ્રતિ ગીગાબાઇટ (જીબી)ના સરેરાશ ભાવથી ઉપલબ્ધ છે. મોબાઇલ કોલના દરોમાં 60 ટકાના ઘટાડા સાથે 19 પૈસા પ્રતિ મિનિટ થઈ ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
બિઝનેસના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news